• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતા MDRB (વિલેજ બ્રીજ) પર વાહન વ્યવહાર બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામત ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર બંધ કરવા જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. .

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ-ટીકર જુના ઘાંટીલાને જોડનો MDRB (વિલેજ બ્રીજ) ઉપરથી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રસ્તાના વૈલ્પિક રસ્તા તરીકે નાળાથી ૬૦૦ મીટર દુર પૂર્વ તરફ નવી ટીકર તેમજ જુના ઘાંટીલા જવા માટેના બીજા રસ્તાનો ઉપયોગ કરવા તેમજ રીપેરીંગ વાળા નાળાથી ૬૦૦ મીટર દુર પશ્વિમ તરફ ટીકરથી નવા ઘાંટીલા જવાનો રસ્તો ઉપયોગ કરવા જણાવાયું છે.

આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે. આ જાહેરનામું તા. ૩૦ ઓક્ટબર સુધી અમલી રહેશે.

Related posts

*HELLO MORBI: મોરબી તાલુકાના પીપળીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને મીઠેરો આવકાર*

editor

-: *મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ* :- *ગુજરાત એસ.ટી.ને ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી  એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧નું સન્માન*

Hello Morbi

*તમસો મા જ્યોતિર્ગમય… મૃત્યોર્મા અમૃતં ગમય*

Hello Morbi

Leave a Comment