• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કી* *પીણાના કુલ ત્રેવિસોપચીસ બોટલોના આધાર કે બીલ વગરના મોટા જથ્થાને રહેણાંક મકાનનાગોડાઉન માંથી પકડી પાડતી એસઓજીટીમ મોરબી*

હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કી
પીણાના કુલ-૨૩૨૫ બોટલોના આધાર કે બીલ વગરના મોટા જથ્થાને રહેણાંક મકાનના
ગોડાઉન માંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી.
તા.૦૨/૦૯/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી, અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ સુચના કરેલ કે, આયુર્વેદિકની આડમાં બજારમાં હર્બી પીણા તરીકે વેચાણ/કબજામાં રાખતા કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મિયાત્રાને સંયુક્ત બાતમી મળેલ કે, મોરબી હળવદ રોડ પર ચરાડવા ગામે બસ સ્ટેશન પાસે મુરલીધર પાન સેન્ટરની દુકાન વાળા રાજેશભાઇ ડાયાભાઇ સોનગ્રા રહે ચરાડવા ગોપાલનગર વાળો તેના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં આવેલ દુકાન/ગોડાઉનમાં આયુર્વેદિક શંકાસ્પદ કેફી પીણાની બોટલોનો મોટો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે. તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબનો માણસ તથા મુદ્દામાલ તેના કબજા ભોગવટા વાળા સ્થળેથી મળી આવતા સદરહુ મુદ્દામાલ બીલ કે આધાર વગરનો ગેરકાયદેસરનુ જણાતા સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબની ધોરણસરની કાર્યવાહી હળવદ પો.સ્ટે.માં કરવામાં આવેલ છે.
મુદ્દામાલ કબજામાં રાખનાર ઇસમની વિગત :- રાજેશભાઇ ડાયાભાઇ અટક સોનગ્રા જાતે સતવારા ઉવ.૪૨ ધંધો પાન બીડીનો વેપાર રહેવાસી ચરાડવા ગોપાલનગર તા.હળવદ જી.મોરબી
કબજે કરેલ મુદામાલની વિગત :-
(૧) “ASHVASHAV” ટોનીક 400 M.1.ની કાળા ઘોડા વાળી શીલપેક બોટલ નંગ-૧ ની કિ.રૂ.૧૪૯/- ગણી બોટલ નંગ- ૨૨૫૦ કિમત રૂપીયા ૩,૩૫,૨૫૦/-
(૨) “A MEGHASAVA ASAVA-ARISHTA″ 375 M.I.ની શીલપેક બોટલ નંગ-૧ ની કિ.રૂ.૧૪૯/- પ્રિન્ટ વાળી બોટલ નંગ-૭૫ કિમત રૂપીયા ૧૧,૧૭૫/- મળી કુલ બોટલ નંગ-૨૩૨૫ કિમત રૂપીયા ૩,૪૬,૪૨૫/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા તથા રસીકભાઇ કડીવાર તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ ધાડ ના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*તાલુકા કક્ષાનાં ખેલ મહાકુંભમાં કુંતાસી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકનો ઉત્કૃષ્ઠ દેખાવ*

Hello Morbi

Leave a Comment