• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીનું થયેલ દુખદ નિધન*

ડીસા રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીનું થયેલ દુખદ નિધન
ડીસા કચ્છ વાગડ રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી તેમજ જાણીતા જીવદયાપ્રેમી આત્મારામભાઈ દેવરામભાઈ ઠકકર/રતાણીનું ટૂંકી બિમારી બાદ 74 વર્ષની વયે દુખદ નિધન થતાં સમગ્ર પરિવાર ઉપરાંત ડીસા રઘુવંશી લોહાણા સમાજમાં આઘાતની લાગણી પ્રસરી હતી.
ખૂબ જ નિખાલસ,મિલનસાર,સરળ તેમજ માનવતાવાદી વ્યક્તિત્વ ધરાવતા આત્મારામભાઈની અંતિમ યાત્રામાં ખૂબ જ સારી સંખ્યામાં સ્નેહીજનો તેમજ પરિચિતો જોડાયા હતા.શાંતિધામ સ્મશાનભૂમિ,ધૂળિયાકોટ,ડીસા ખાતે સદગતના આત્માની ચિરશાંતિ માટે હનુમાન ચાલીસા,રામ સ્તુતિ તેમજ મૌન પ્રાર્થના થકી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નટુભાઈ આચાર્ય,કાંતિભાઈ રતાણી સહિત સૌએ આત્મારામભાઈના ગુણાનુવાદ કરી શાબ્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.રતાણી પરિવાર વતી દીલીપભાઈ રતાણી તેમજ નવીનભાઈએ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી દુખની આ વસમી વેળાએ સહકાર આપનાર સૌ કોઈને વંદન કરી આભાર માન્યો હતો.
ઉદાર,દાતાર,સમજુ,લાગણીશીલ,અનુભવી,ધર્મપ્રેમી,સમાજપ્રેમી એવા આત્મારામભાઈની વિદાયથી ડીસા રઘુવંશી લોહાણા સમાજને કયારેય ના પૂરી શકાય તેવી ભારે ખોટ પડી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી વોર્ડ નં-૭ સંલગ્ન વિવિધ વિસ્તારો માં પાકું 𝐑𝐂𝐂 પેચ વર્ક કરાવતા કોર્પોરેટરશ્રીઓ.*

editor

*HELLO MORBI: ૧૧ સપ્ટેમ્બરે હળવદ પોલીસ સ્ટેશન દ્વારાવાહનોની હરાજી કરાશે*

editor

*HELLO MORBI NEWS:જોડીયા: રાજકીય નેતા અને આગેવાનો ની હાજરીમાં તિરંગા યાત્રા યોજાય*

editor

Leave a Comment