• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાઘગઢ ગામની સીમમાં ખુન કરી દાટેલ માનવ મૃતદેહને જનાવર દ્વારા તેના અવયવો ખાઇ ગયેલ હાલતમાં મળી આવેલ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવી ગણતરીના કલાકોમાં ખુનના ગુનાના* *આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

વાઘગઢ ગામની સીમમાં ખુન કરી દાટેલ માનવ મૃતદેહને જનાવર દ્વારા તેના અવયવો ખાઇ ગયેલ હાલતમાં મળી આવેલ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવી ગણતરીના કલાકોમાં ખુનના ગુનાના
આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી,
તા.૧૯/૦૪/૨૦૧૩ ગઇ તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ સવારના કલાક ૦૮/૦૦ વાગ્યાની આસપાસ ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સીમમાં વોકળા કાંઠેથી એક વણઓળખાયેલ અર્ધ દાટેલ અને જનાવર ખાઇ ગયેલ હાલતનો મૃત દેહ મળી આવેલાની જાહેરાત ટંકારા પો.સ્ટે. ખાતે આવતા જેની જાણ મોરબી એલ.સી.બી.ને થતાં મોરબી એલ.સી.બી. સ્ટાફના માણસો સદરહુ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવવા ચક્રો ગતીમાન કરેલ હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ દ્વારા સદરહુ મળી આવેલ માનવ મૃતદેહ હિરાભાઈ વેસ્તાભાઈ ડાવર ઉ.વ દુર રહે- હાલ વાઘગઢ ગામનીસીમ રાજેશભાઈ નથુભાઈ રાણીપાની વાડીમાં તાટકારા જિ. મોરબી મુળ રહે. દેવલા ગામ તા-મનાવર જી-ધાર મધ્યપ્રદેશ વાળાની ઓળખ મેળવી મરણ જનારને કોઇ તિક્ષ્ણ હથિયાર બોથળ પદાર્થના ધા શરીરે મારી મારી નાખી તેની લાશને નિર્જન જગ્યાએ દાટી દિધેલ હોય જે લાશનું પી.એમ કરાવવાની તથા આરોપીની શોધખોળ બાબતે અલગ અલગ ટીમો બનાવી સઘન અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરેલ તેમજ ટંકારા પો.સ્ટે. ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૦૨૯૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૦૨,૨૦૧ મુજબનો ગુનો તા.૧૮/૦૪/૨૦૨૩ નારોજ રજી. ફરીયાદી શ્રી રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે-પટેલ ઉ.વ-૫૦ રહે- વાઘગઢ તા-ટંકારા જિ. મોરબી વાળાએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ રજી. કરાવેલ જે ગુનાની તપાસ ટંકારા પો.સ્ટે. ખાતે પો.સ.ઇ.શ્રી. એચ.આર.હેરભા નાઓ ચાલવેલ છે.
આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા બાબતે શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પી.એસ.ગોસ્વામી તથા શ્રી પીએ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષકશ્રીમોરબી વિભાગ, મોરબીનાઓને સુચના આપતા ઉપરી અધિકારીશ્રી ની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ કાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એમ.હોલ તથા પો.સબ.ઇન્સ શ્રી કે,જે ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ.
દરમ્યાન મરણ જનારના દિકરા આરોપી પપ્પુ હિરાભાઈ ડાવરા જાતે અનુજનજાતી ઉ.વ.૨૫ ધંધો ખેતમજુરી રહે હાલ રાજેશભાઈ રાણીપા ની વાડી વાઘગઢ ગામ તા ટંકારા જી મોરબી મુળ રહે દેવલા તા મનાવાર જી ધાર એમ.પી વાળાને તેના પિતા સાથે બોલાચાલી થતાં આરોપીએ તેના પિતાનું ખૂન કરી લાશ વોકળાના કાઠે દાટી દિધેલ હોય જેની સઘન પુછપરછ મોરબી એલ.સી.બી. દ્વારા કરતા પુછપરછ દરમ્યાન મજકુરે ગુનાની કબૂલાત આપતા તેને હસ્તગત કરી એલ.સી.બી, મોરબી દ્વારા ટંકારા પો.સ્ટે. ખાતે સોપતા તા. ૧૮/૦૪/૨૦૨૩ ના કલાક ૧૮/૦૦ વાગ્યે અટક કરેલ છે. ટંકારા પો.સ્ટે. ના ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં એલ.સી.બી. મોરબીને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.
ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: આગામી તારીખ 30 સપ્ટેમ્બર થી 9 ઓક્ટોબર સુધી ના સમયગાળામાં યોજાનાર મોરારીબાપુની કથાના ત્યારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામ ચેક પો.સ્ટખાતે થી છળકપટથી મેળવેલ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે*

Hello Morbi

Leave a Comment