
જીવનદર્શન મંગળવાર તારીખ 24-10-2023
સેવા,ભકિત,પરોપકાર થકી નિજાનંદી જીંદગી જીવતા વઢિયાર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જી.ઠક્કર
પ્રત્યેક વ્યક્તિનું જીવન પરિવર્તનશીલ છે.જન્મથી લઈ ઘડપણ સુધી જીવનમાં અનેક પરિવર્તન આવે છે.સંબંધો,પરિચય,મિત્રો,વ્યવસાય,વિચારો,વલણ,કર્મભૂમિ એમ બધું જ બદલાતું રહે છે.તમામ ફેરફારો તેમજ બદલાતી પરિસ્થિતિ વચ્ચે નિજાનંદ અકબંધ રહે તોજ માણસ સારૂ જીવન જીવી શકે.પૈસો કમાયા પછી તેની સાથે સેવા,ભકિત,પરોપકાર જોડાય ત્યારે જગતપિતા પરમકૃપાળુ પરમાત્માનો રાજીપો આપણા ઉપર ઉતરે છે.પિતા ગણપતરામ કાળીદાસ ઠકકર/પૂજારા અને માતા શારદાબેનના પરિવારમાં તારીખ 19-8-1959 ના રોજ વઢિયાર પંથકની રાજધાની કહેવાય એવા પ્રગતિશીલ લોલાડા નગરમાં જન્મેલા સુરેશભાઈ ઠકકરે ન્યૂ એસ.સી.સી.નો અભ્યાસ પૂર્ણ કરી1981 થી જ ગવર્ન્મેન્ટ કોન્ટ્રાક્ટર તરીકેની કામગીરી શરૂ કરી હતી.1986 માં તેમણે ડીસા ખાતે ગણેશ બિલ્ડીંગ મટીરીયલ્સ નામથી વ્યવસાય શરૂ કરી તેમાં ખૂબ જ સારી જમાવટ કરી હતી.આ વ્યવસાય 2006 સુધી ચાલુ રાખી 2006 માં જ તેઓ અમદાવાદ શીફટ થયા હતા.અમદાવાદમાં તેઓ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન વર્ક તેમજ પ્રોપર્ટી બિઝનેસ સાથે સંકળાયેલ છે.
ખૂબ જ કર્મઠ,મહેનતુ,ઉદાર,જાગૃત,રમૂજી,વિચારક,પ્રગતિશીલ,સંબંધોની માવજત કરનાર સુરેશભાઈ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલ છે.જન્મથી જ જાણે કે તેઓ દાનનો મહિમા જાણતા હોય તેમ કમાતા થયા ત્યારથી અનેક સંસ્થાઓમાં તેમણે જરૂરિયાત તેમજ અનૂકુળતા મુજબ નાનુંમોટું આર્થિક યોગદાન આપેલ છે.ચોટીલા નજીક આવેલ ડોળિયાની આનંદ આશ્રમ ગૌશાળા સાથે તેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે.વઢિયાર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ તરીકે તેમણે પ્રેરણાદાયી સેવા આપેલ છે.લોલાડાની સરસ્વતી વિધામંદિર તેમજ નાગણેચી માતાજી મંદિર સાથે તેઓ જોડાયેલા છે.કમીજલા ભાણ સાહેબની જગ્યા સાથે તેમનો વર્ષો જૂનો નાતો છે.લોલાડા/ડીસાના ખૂબ જ બાહોશ એવા સદગત અમૃતલાલ નારણલાલ ઠકકર તેમજ ગાંધીનગર સ્થિત સમાજ અગ્રણી જસવંતલાલ નારણલાલ ઠકકરના લીધે ભાણ સાહેબની કમીજલા જગ્યાના પાયાના વિકાસ સાથે મારે તેમજ સુરેશભાઈને જોડાણ થયું હતું.1992 થી 2000 ના સમયગાળામાં ડીસા ખાતે માતુશ્રી સુભદ્રાબેન ઉમિયાશંકર હરગોવનદાસ ઠકકર/અખાણી રઘુવંશી દેશી લોહાણા મહાજન વાડી તેમજ શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ સંચાલિત શ્રી જલારામ સેવા સંકુલના નિર્માણમાં સુરેશભાઈનું મહત્વનું યોગદાન હતું.રઘુવંશી દેશી લોહાણા મહાજનના ઉપપ્રમુખ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે.ડીસા નગરમાં રઘુવંશી દેશી લોહાણા સમાજની ઓળખ તરીકેનું કોઈ જ પ્રતિક અસ્તિત્વમાં નહોતું ત્યારે કચ્છી કોલોની વિસ્તારમાં શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ દ્રારા શ્રી જલારામ સેવા સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું.આ સમયે ભારે આર્થિક કટોકટી હતી તેવા સંજોગોમાં જરૂરી સિમેન્ટ તેમજ અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ સુરેશભાઈએ વિશ્ર્વાસ રાખી સંસ્થાને ઉધાર આપી ખૂબ જ સારો સહકાર આપ્યો હતો.આજે તો ઘણા બધાને એ પણ ખ્યાલ નથી કે જલારામ સેવા સંકુલના નિર્માણમાં કોનું કોનું યોગદાન હતું.અલગ અલગ પ્રકારના વિચારો,મતમતાંતરો,ટીકાઓ વચ્ચે પણ અડીખમ રહીને પંદર જેટલા યુવાનોએ શ્રી જલારામ સેવા સંકુલનું નિર્માણ કરેલ તેમાં સુરેશભાઈની કામગીરી ખૂબ જ સરાહનીય,અનુકરણીય,અનુમોદનીય,અભિનંદનીય તેમજ પ્રશંસનીય હતી.
અમદાવાદ ખાતે ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન દ્રારા ખૂબ જ અધતન તેમજ સુવિધાસભર કન્યા છાત્રાલય થલતેજ વિસ્તારમાં નિર્માણ પામેલ છે.આ છાત્રાલયમાં પણ સુરેશભાઈ પરિવારે વ્યવસ્થિત રીતે આર્થિક યોગદાન આપેલ છે.ડીસા લાયન્સ કલબના મંત્રી તરીકેની તેમની સેવા યથાયોગ્ય હતી.આ લેખ વાંચી ખૂબ જ સારા વિચારક તેમજ ઉદાર દાતા એવા સુરેશભાઈ જી.ઠકકરને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર 9825122908 છે.
ડીસા ધૂળિયાકોટ સ્થિત શાંતિધામ,ડીસા જલારામ મંદિર,કચ્છી કોલોની સ્થિત જલારામ સેવા સંકુલ,શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ-ડીસા,રઘુવંશી દેશી લોહાણા મહાજન વાડી,બંધુ સેવા ટ્રસ્ટ,લીયો સ્કૂલ સહિત વિવિધ સંસ્થાઓમાં સુરેશભાઈએ હસતા મુખે તેમજ ઉદાર દિલે યથાશકિત યોગદાન આપી કાબિલેદાદ સેવા કરેલ છે.તેમનાં ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન ઠકકર અમદાવાદ ખાતે આનંદ ગરબા મંડળ તેમજ ઉતર ગુજરાત લોહાણા મહિલા મંડળ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે.ગીતાબેને ડીસા ખાતે શ્રી રામચરિત માનસ મંડળની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.સુરેશભાઈની મોટી દીકરી નેહાએ એમ.કોમ.,એમ.એલ.આઈ.એસ.સી.કરેલ છે તેમજ ચાંદખેડાના કેન્દ્રીય વિધાલયમાં શિક્ષિકા છે.જમાઈરાજ અંશુલકુમાર આઈ.એમ.એ.માં આસિસ્ટન્ટ મેનેજર છે જેમણે એમ.બી.એ.કરેલ છે.બીજી દીકરી ગોપીએ ઇન્ટિરિયર ડિઝાઇનરની માસ્ટર ડીગ્રી ઓસ્ટ્રેલિયાથી પ્રાપ્ત કરી હાલ લંડનમાં વસવાટ કરે છે.બીજા જમાઈરાજ હેમાંગકુમાર પણ લંડનમાં જ છે તેમણે 200 જેટલા સ્ટુડન્ટસને વિઝા અપાવેલ છે.તેમની એક ઓફિસ અમદાવાદ વસ્ત્રાપુર ખાતે હાલમાં કાર્યરત છે.ચિરંજીવી ગોપીના લગ્ન વખતે સુરેશભાઈ તેમજ ગીતાબેને તેમના માદરે વતન લોલાડા નગરના 1200 પરિવારોમાં પ્રત્યેક ઘરે એક કિલો ચોખ્ખા ઘી નો મોહનથાળ એટલે કે 1200 કિલો મીઠાઈનું વિતરણ કરી વતન પ્રત્યેની ઉત્કૃષ્ટ લાગણી વ્યક્ત કરી હતી.તેમનો દીકરો અજય કોમ્પ્યુટર એન્જિનિયર છે અને સુરેશભાઈના બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરના વ્યવસાયમાં સાથે જ છે.પુત્રવધુ માનસી બ્રાઈડલ વર્ક કરે છે.
તેમના બે ભાઈઓ મનોજભાઈ,રાજુભાઈ તેમજ બહેન ઈન્દુબેન પરમપિતા પરમાત્માની ગોદમાં સમાઈ ગયેલ છે.એક બહેન અલકાબેન તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે.સુરેશભાઈને હરવાફરવાનો શોખ હોઈ સમગ્ર ગુજરાતમાં ઘણું ફર્યા છે.આ બધામાં તેમને દ્રારિકા,સોમનાથ તેમજ સાસણ ગીર વધારે ગમે છે.ભારતમાં તેઓ ઘણું ફર્યા છે.ભારતમાં તેમને હરિદ્વાર,ૠષિકેષ વધારે ગમે છે.વિદેશમાં તેઓ દુબઈ,સિંગાપોર,મલેશિયા,સંપૂર્ણ યુ.કે.ફર્યા છે.યુ.કે.નાં લંડન તેમજ લેસ્ટર સીટી તેમને ખૂબ જ ગમ્યાં છે.અઢી લાખ જેટલી લોહાણાઓની વસતી જ્યાં વસવાટ કરે છે એવા લેસ્ટર સીટીના શ્રી જલારામ મંદિર તેમજ શ્રી લોહાણા મહાજન વાડીથી સુરેશભાઈ ખૂબ જ પ્રભાવિત થયા છે.
કમીજલા જતાં રસ્તામાં આવતું ખૂબ જ દિવ્ય અને પવિત્ર ધાર્મિક સ્થળ એવું વનથલ એમનું ગુરૂગાદી સ્થાનક છે.વનથલના પૂજ્ય સદગુરૂદેવ પુરૂષોતમદાસજી મહારાજની હયાતીમાં આ સંસ્થાના વિકાસ માટે સુરેશભાઈએ પૂરતો આર્થિક સહયોગ આપ્યો હતો તેમજ હાલમાં પણ તેઓ સંકળાયેલ છે.વઢિયાર તેમજ ઉતર ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત એવા લોટેશ્ર્વર મહાદેવ મંદિરના વિકાસમાં તેમનું આર્થિક યોગદાન છે.એક સમયે વઢિયાર ટાઈમ્સના તંત્રી તરીકે તેમની કામગીરી પ્રેરણાત્મક હતી.1959 થી 2023 સુધીની સુરેશભાઈની જીવનસફર ચડઉતરવાળી કે સંઘર્ષમય રહેવા છતાં તેઓએ સતત પ્રગતિ કરી છે.મિત્રો બનાવવા તેમજ સંબંધોની માવજત કરવામાં ખૂબ જ હોશિયાર એવા સુરેશભાઈને અનેક સારા મિત્રો છે.ભકિત,સેવા,પરોપકારના માધ્યમથી અલગારી જીંદગી જીવનાર સુરેશભાઈ ભવિષ્યમાં પણ આ પ્રકારે જ જીવવા ઈચ્છે છે.સુરેશભાઈ પૈસા તો કમાયા છે પણ તેનો સત્કાર્યોમાં સારો સદઉપયોગ કરી જાણ્યા છે એ મહત્વની બાબત છે.
અનેક સત્કાર્યોના નિરંતર સહયોગી,માર્ગદર્શક,રાહબર એવા સુરેશભાઈના અતિ પરોપકારી જીવન માટે કોટિ કોટિ વંદન,અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ. તેઓ નિરામય દીર્ઘાયુ સાથે હજુ પણ અનેક સત્કાર્યોમાં સહયોગી બને તેવી અંત:કરણની પ્રભુ પ્રાર્થના સાથે તેમના સમગ્ર પરોપકારી,ગુણીયલ તેમજ સેવાભાવી પરિવારને વિશેષ શુભેચ્છાઓ.
