• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીના બેલા ગામની સીમમાં લીડસન સીરામીકમાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોખરા હનુમાન રોડ ઉપર લીડસન સીરામીકમાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી /શરીર સંબંધી બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૫૦૬૨૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૩૭(૨),૮૭,૬૪(૨) (આઈ)(એમ), ૬૫(૧),૫૪ તથા પોક્સો અધિનિયમ કલમ – ૫(એલ),૬,૧૭ મુજબ ગુન્હો તા-૨૧/૦૧/૨૦૨૫ ના સાંજના આશરે સાતેક વાગ્યા પહેલા કોઇપણ સમયે મોરબી તાલુકા બેલા ગામની સીમ ખોખરા હનુમાન રોડ લીડસન સીરામીકમાં બનેલ છે.આ ગુન્હો તા. ૧૯/૦૩/૨૦૨૫ ના કલાક ૨૦/૩૦ વાગ્યે જાહેર થયેલ છે. આ કામના આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી,અપહરણ કરી લઇ જઈ આરોપી નં(૧) વિશાલ ગોવર્ધનભાઇ વર્મા નાએ અવારનવાર શરીર સંબંધ બાધી બળાત્કાર કરેલ હોય તેમજ આરોપી અશોકભાઈ ગોરીલાલ વર્મા એ આરોપી વિશાલના કહેવાથી ભોગબનનારને લઈ જઈ આરોપી તથા ભોગબનનારને રહેવાની વ્યવસ્થા કરી આપી ગુનો કરવામાં મદદગારી કરતા ગુનો કર્યા અંગેની હક્કીત જાહેર થતા ઉપરોકત ગુન્હો રજી.થયેલ હતો.
બાદ સદરહુ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ જીલ્લા પોલીસ અધિક્ષક મોરબી તથા પી.એ.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબી નાઓએ આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે. ચારેલ નાઓએ અલગ-અલગ પોલીસ માણસોની ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસાર પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ પરમાર તથા પોલીસ કોન્સ ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપીને વલસડ જીલ્લાના ચનોઇ ગામે સિધ્ધારર્થ કોલ્ડ સ્ટોરેજ ખાતેથી શોધી કાઢી મજાકુર આરોપીને તા.૦૬/૦૪/૨૦૨૫ ના કલાક ૧૭/૪૦ વાગ્યે ગુન્હાના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપી :-
વિશાલ સ/ઓ ગોરધનસિંગ મેઘવાલ (વર્મા) જાતે અનુ.જાતી ઉવ-૧૯ ધંધો- મજુરી રહે- રહે-ગામ- માવાસા
તા.ખુજનેર જી.રાજગઢ મધ્યપ્રદેશ> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટર શ્રી એસ.કે.ચારેલ તથા એ.એસ.આઇ.નાયણભાઇ છેથા પોલીસહેડ કોન્સ.મહાવિરસિંહ પરમાર તથા પોલીસ કોન્સ.પ્રફુલભાઇ સોનાગ્રા તથા ભગીરથભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા મહેશભાઈ મંઢ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વડોદાર શહેરના અકસ્માતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

*HELLO MORBI: નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલ યુવાઓને ભારતીય સંસ્કૃતિનુ દર્શન કરાવવા ‘વેલેન્ટાઇન ડે”ના સ્થાને “માતા-પિતા પૂજન દિન” તરીકે ઉજવાયો*

editor

*ટંકારાના લજાઈ ગામે કૂવામાં પડી જતા આધેડનું મોત ટંકારા પોલીસે તપાસ હાથ ધરી*

Hello Morbi

Leave a Comment