• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે*

રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થીઓ સુધી પહોંચીને યોજનાનો લાભ આપી શકાય તેમજ સરકારની તમામ યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આગામી ૨૨ નવેમ્બર થી ૨૫ જાન્યુઆરી સુધી મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

સરકારશ્રી દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓ પહોંચે લોકો યોજનાઓ પ્રત્યે જાગૃત બને રાજ્યના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાઓનો લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ આશયથી સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ ૨૨ નવેમ્બર થી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે ગ્રામ્ય કક્ષાએ જિલ્લાને ત્રણ રથ ફાળવવામાં આવ્યા છે. આ રથ જિલ્લાના તમામ ૩૬૨ ગામોમાં ફરી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરશે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગામડાઓમાં રસીકરણ, હેલ્થ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે તમામ તૈયારીઓ કરવા તેમજ તમામ યોજનાઓના લાભાર્થીઓને સાંકળી લેવા જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાએ સંલગ્ન અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા સાથે નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુબોધકુમાર પી. દુદખીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે, જિલ્લા પાણી પુરવઠા અધિકારીશ્રી વાય.એમ. વંકાણી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા સિંચાઈ અધિકારીશ્રી એ.એલ. સાવલિયા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પ્રવીણભાઈ અંબારિયા, પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરશ્રી પ્રવીણભાઈ બાવરવા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારની જેમ નવયુગમાં ભણતી એક જ ગામની બે બાળાઓએ શીલ્ડ અને પ્રમાણપત્ર મેળવ્યાં*

editor

*મોરબી જિલ્લા ના અણ ઉકેલ પ્રશ્નોને વાચા આપવા કોંગી આગેવાનો તૈનાત કાર્યાલય નો સંપર્ક કરવા અનુરોધ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

editor

Leave a Comment