• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત જપ્તી/ ટાંચની પ્રક્રિયા હાથ ધરવામાં આવી*

મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧ લાખથી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને ગત તારીખ ૦૧/૦૧/૨૦૨૫ થી તારીખ ૦૯/૦૨/૨૦૨૫ સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ. જેમાંથી ૪૨ મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવ્યો છે.

આ કામગીરી દરમિયાન ટેકસ શાખા દ્વારા ૯ મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ રૂ.૭૫,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦૦ સુધીની રકમ બાકીના મિલકત ધારકોને વોરંટ બજવણી કરવાની કામગીરી ટેકસ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ગત તારીખ ૧૫/૦૨/૨૦૨૫ ના રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનરશ્રી સંજય કુમાર સોની તથા ટેકસ શાખાની ટીમ દ્વારા ૬ મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવી હતી.

જેમાંથી ૫ મિલકત ધારકો દ્વારા સ્થળ પર જ ચેક અને રોકડ-રકમ આપીને બાકી વેરાની ભરપાઈ કરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન ૧ મિલકતને સીલ કરવામાં આવી હતી. મોરબી શહેરની જનતાને બાકી વેરાની તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમ નાયબ કમિશનરશ્રી (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

*સૌરાષ્ટ્રની અન્ડર-14,16 અને 19 ક્રિકેટ ટીમમાં મોરબીનો દબદબો, ક્રિકેટ એસો.ના 5 ખેલાડીઓની પસંદગી*

Hello Morbi

*મોરબીના હળવદ તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીની ટીમ જાહેર કરતા ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા*

Hello Morbi

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાતે*

editor

Leave a Comment