• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રશાસન,પત્રકાર,અને રાજકીય અગ્રણીઓ નો આભાર વ્યક્ત કરતા અને અભિનંદન આપતા મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ.*

*વાવાઝોડાં સંદર્ભે સ્થળાંતરિતો માટે બંને ભોજન પ્રસાદ અંગે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર પર વિશ્વાસ મુકી તક આપવા બદલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા કલેક્ટરશ્રી તેમજ વહિવટી તંત્ર નો આભાર વ્યક્ત કરતા મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ.*

*ગુજરાત સરકાર ના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મોરબી-માળીયા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા કલેક્ટર શ્રી, સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ ડીપાર્ટમેન્ટ, પી.જી.વી.સી.એલ. તથા મિડીયા કર્મીઓનો વાવાઝોડાં સંદર્ભે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અભિનંદન સહ આભાર વ્યક્ત કરતા મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ.*

તાજેતર માં સૌરાષ્ટ્ર-કચ્છ માં બિપોરજોય વાવાઝોડાં એ કહેર વર્તાવ્યો હતો ત્યારે મોરબી જીલ્લા માં પણ તેની ગંભીર અસરો નુ અનુમાન હતુ પરંતુ રાજ્ય સરકાર ના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મોરબી-માળીયા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા કલેક્ટર શ્રી, સમગ્ર વહિવટી તંત્ર, પોલીસ ડીપાર્ટમેન્ટ તેમજ મિડીયા કર્મીઓની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મોરબી માં જાનહાની ટળી હતી તેમજ ઓછાં માં ઓછું નુકસાન થયુ હતુ. તે બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના આગેવાનોએ તમામ ને ઉમદા કામગીરી બદલ અભિનંદન સહ આભાર ની લાગણી વ્યક્ત કરી છે.
તે ઉપરાંત સ્થળાંતરિતો માટે ભોજન વ્યવસ્થા કરવાની ઉમદા તક શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને આપવા બદલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ સેવા મંડળ ના પ્રમુખ શ્રી નિર્મિતભાઈ કક્કડે મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી તેમજ વહિવટી તંત્ર નો આભાર વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે મોરબી-માળીયા ના ધારસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ નાયબ કલેક્ટરશ્રીએ જલારામ મંદિર ની રબરૂ મુલાકાત લઈ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી તેમજ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી સાથે ટેલિફોનીક વાત-ચીત કરી કામગીરી ને બિરદાવી હતી ત્યારે ભવિષ્ય માં ક્યારેય પણ કુદરતી કે માનવસર્જીત આફત આવે ત્યારે હરહંમેશ ની જેમ મોરબી જલારામ પ્રાર્થના મંદિર સેવાકાર્ય માટે અડીખમ રહેશે તેમ જલારામ મંદિર ના આગેવાનોએ જણાવ્યુ છે.
સરકારશ્રી તેમજ વહિવટી તંત્ર ની સર્તકતા થી જાનહાની ટળી છે તેમજ નુકસાન ઘટાડી શકાયુ છે ત્યારે પોતાના જીવના જોખમે ચાલુ વાવાઝોડાં એ વિજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે કાર્ય કરતા પી.જી.વી.સી.એલ. નો સ્ટાફ તેમજ હરહંમેશ ની જેમ નિડરતા થી વાવાઝોડાં સામે બાથ ભીડી લોકો સુધી સત્ય ખબર પહોંચાડનાર તમામ મિડીયા કર્મીઓને મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે.

લી.
ગીરીશભાઈ ઘેલાણી
પ્રમુખ-શ્રી રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ
નિર્મિતભાઈ કક્કડ
પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ

Related posts

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય*

Hello Morbi

*જામનગર જિલ્લા પંચાયત ની ભાજપ ની ટિકિટ ફાળવણી મુદ્દે જોડીયા તાલુકા કડિયા સમાજ ની નારાજગી ચરમ સીમાએ*

Hello Morbi

*ટંકારા.દયાનંદ સરસ્વતી નું પાત્ર ભજવતી માત્ર બે વર્સની બળા લોક આશ્ચય પામી ગયા*.

Hello Morbi

Leave a Comment