• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો*

બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે રાજ્યભરમાં ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર અને ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખેડૂતોને બાગાયતી યોજનાઓથી માહિતગાર કરવા ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેડૂત શિબિરમાં મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ અને આત્માના કર્મચારીશ્રીઓ દ્વારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપી તેનો વધુને વધુ લાભ ખેડૂતો કઇ રીતે લઈ શકે તે અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાગાયત ખાતાની નવી બાબત, પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યકમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લઈને વિવિધ યોજના અને તેના લાભ વિશે માહિતી મેળવી હતી.

Related posts

*HELLO MORBI NEWS:શહેરી ઘરવિહોણા લોકોને ગરમી થી બચાવવા મોરબીમહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે ડે-ડ્રાઈવ યોજવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒,:જોડિયા તાલુકાની હુનર શાળામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ કાર્યક્રમની ઉજવણી કરાઈ*

editor

*જલારામ બાપા ના આશીર્વાદ પામવા પદ યાત્રા યોજાશે*

Hello Morbi

Leave a Comment