• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કચ્છ બાદ હવે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની એડમાં દેખાશે અમિતાભ બચ્ચન, 6 જગ્યાઓએ કરશે શૂટિંગ

‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ગુજરાત પ્રવાસનની આ એડ અને તેમાં પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો દમદાર અવાજ. આ એડ લોકોમાં ખાસ્સી લોકપ્રિય થઈ હતી. અને તેને કારણે કચ્છના પ્રવાસનમાં પણ ધરખમ ઉછાળો આવ્યો હતો. હવે સદીના મહાનાયક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ની એડમાં દેખાશે. ગુજરાત ટુરિઝમ (Gujarat Tourism) દ્વારા આ જાહેરાત બનાવવામાં આવી રહી છે.

બે મહિનામાં ચાલુ થશે જાહેરાતનું શુટિંગ

ગુજરાત ટુરિઝમની એડમાં ફરી એકવાર અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટે અપીલ કરશે. અમિતાભ બચ્ચન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડીયા માટે શુટીંગ કરશે. આ અગાઉ સદીના મહાનાયક દ્વારા ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ થીમ પર શુટ કર્યું હતું. અને ‘ખુશ્બુ ગુજરાત’ અભિયાનની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવી હતી. તેવામાં હવે બે મહિનાની અંદર કેવડિયા ખાતે આ શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે. રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેવડીયા સહિત અન્ય છ લોકેશન પર શૂટિંગ કરવામાં આવશે.

PM મોદી દ્વારા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ લોકોમાં આ પ્લેસ ફરવા માટેનું ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. અને હવે પીએમ મોદી દ્વારા આ પ્રવાસન સ્થળને વિશ્વવિખ્યાત બનાવવા માટે સી પ્લેન, જંગલ સફારી સહિતની અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. તેવામાં હવે ગુજરાત ટુરિઝમ દ્વારા કેવડિયાને વિશ્વ ફલક પર ચમકાવવા માટે એક ખાસ એડનું શૂટિંગ કરવામાં આવશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગુજરાતના રાજ્ય ના જાંબાઝ અને નિષ્ઠાવાન નિવૃત્ત ન્યાયાધીશ શ્રી અંબાલાલ આર. પટેલ સાહેબે એમના ધર્મપત્ની શ્રી સાથે બ્લુઝોન ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત લીધી*

editor

*HELLO MORBI: ટંકારા તાલુકાના ઘુનડા(ખા.) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકાર્યો*

editor

*ટંકારામાં સૌ પ્રથમ વખત રઘુવંશી યુવક મંડળ દ્વારા વેલકમ નવરાત્રી 2022 નું જાજરમાન આયોજન*

Hello Morbi

Leave a Comment