• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમ સન ફલાવર કારખાના સામે બાવળની કાંટમાંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમ સન ફલાવર કારખાના સામે બાવળની કાંટમાંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સ્પે.ડ્રાઇવ પોહી./જુગારની રાખી વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના ક્વોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એ.જાડેજા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. વનરાજભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ. કેતનભાઇ અજાણા નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે પો.સ.ઇ.શ્રી બી.એમ.બગડા નાઓએ મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમમાં સન ફ્લાવર કારખાના સામે બાવળની કાંટમાં સોનુભાઇ અમલીયાર વાળો ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવેલ છે વિગેરે મતલબેની મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સદરહું જગ્યાએ જઇ રેઇડ કરતા એક ઇસમ ઇગ્લીશ દારૂની બોટલો તથા બિયરના ટીન સગેવગે કરતા જોવામાં આવતા મજકૂર ઇસમને પકડી પાડી સદરહું જગ્યાએથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૪૭ કિં.રૂ.૩૯,૯૫૦/- તથા ભારતીય બનાવટના બીયરના ટીન નંગ-૪૪ એમ ઇગ્લીશ દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ-૯૧ કૂલ કિ.રૂ.૪૪,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :-
સોનુભાઇ અમરૂભાઇ અમલીયાર જાતે ભીલ ઉ.વ.૨૯ ધંધો-મજુરી રહે-કલીપુર થાના-કલ્યાણપુરા પોસ્ટ ઓફિસ-ભગોર જી.જાંબુઆ મધ્યપ્રદેશ
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૪૭ કિ.રૂ.૩૯૯૫૦/- તથા બીયર ટીન નંગ-૪૪ કિ.રૂ.૪૪૦૦/- મળી ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ- ૯૧ કૂલ કિ.રૂ.૪૪,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી I/C એન.એ.જાડેજા તથા પો.સ.ઇ.શ્રી
બી.એમ.બગડા તથા પોલીસ હેડ કોન્સ.દિનેશભાઇ બાવળીયા તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા ના.પો.અધિ.શ્રી,મોરબી વિભાગના કચેરીના પોલીસ હેડ કોન્સ.રઘુવીરસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. રમેશભાઇ મુંધવા તથા કેતનભાઇ અજાણા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ ચૌહાણ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*શ્રી કડવા પટેલ કેળવણી મંડળ ધ્રોલ ખાતે સ્વ ગોવિંદ બાપા ની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:ત્રાજપર ખારીમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ*

editor

*HELLO MORBI:મયુરનગરી કા રાજા, લખધીરવાસ ચોક મોરબી ખાતે 1111 દીવડાની મહાઆરતીનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું.*

editor

Leave a Comment