• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નામદાર સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

નામદાર સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી.
તા.૩૧/૦૫/૨૦૨૪
શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા શ્રી, એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીનાઓ તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન આજથી આશરે એકાદ વર્ષ પહેલા મોરબી ખાણખનીજ ખાતા દ્વારા મોરથળા ગામના રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાનુ હીટાચી મશીન ગે.કા. ખનીજ ખોદકામ કરતા પકડેલ હોય અને આ અંગે વાંકાનેર સીટી પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર થયેલ હોય જે હીટાચી મશીન છોડવવા માટે તેઓએ નામદાર હાઇકોર્ટમાં અરજી કરેલ નામદાર હાઇકોર્ટ સોલવંશી જામીન મોરબી સેસન્સ કોર્ટમાં રજુ કરવા હુકમ કરેલ હોય આરોપીઓએ ખોટા સોલવંશી જામીન બનાવી સેસન્સ કોર્ટ મોરબીમાં રજુ કરતા નામદાર કોર્ટના ધ્યાને આવતા નામદાર કોર્ટના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે આરોપીઓ વિરૂધ્ધ એ પાર્ટ ગુ.ર.નં.૦૮૨૧/૨૦૨૩ આઇ.પી.સી.કલમ- ૧૨૦(બી),૨૦૦,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ ગુનો રજી. થયેલો જે ગુનામાં ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ અને એક આરોપી પોતાની ધરપકડ કરવા એકાદ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI વિક્રમસિંહ બોરાણા, રામભાઇ મંઢ HC પુથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે મળેલ હકિકત આધારે આરોપી રાજુભાઇ બુટાભાઇ વીભાભાઇ ફાંગલીયા (ભરવાડ) ઉ.વ. ૨૬ રહે. મોરથળા તા.થાન જી.સુરેન્દ્રનગર વાળાને વાંકાનેર દીઘલીયા ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી પકડી હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, ની કચેરી ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી વી.એન.પરમાર પેરોલ ફર્લો સ્કોડ, તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અખાત્રીજના લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રાંગધ્રા એસ. ટી વિભાગ તથા શ્રી રઘુવંશી સમાજ ગૌરવ પરાગ કોટક*

editor

*મોરબીમાં કોરોના વેકસીનનું આગમન : અધિકારીઓ, પદાધિકારીઓએ વેકસીન વેનનું સ્વાગત કર્યું*

Hello Morbi

Leave a Comment