• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

સુરતઃ રાત્રી કર્ફ્યું બાદ સવારે ફરી પરિસ્થિતિ જૈસે થે! શાકભાજી ખરીદવા લોકો ભાન ભૂલ્યા, corona નિયમના ધજાગરા ઉડ્યા

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા સરદાર માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

સુરતઃ સુરતના રાત્રી કર્ફ્યૂની (Night curfew in surat) જાહેરાત બાદ લોકોએ શાકભાજી લેવા માટે પડાપડી કરતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ગત રોજથી રાત્રે કર્ફ્યૂનો અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે લોકોએ છેલ્લી ઘડીએ શાકભાજીની ખરીદી કરી હતી. જોકે કોરોનાનું (coronavirus) સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લાગેલા કર્ફ્યૂં બાદ સવારે પરિસ્થિતિ જૈસે થે જેવી થઇ ગઇ હતી. અને સોશિયલ ડિસ્ટન્સના (Social distance) ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

સુરતના એક તરફ કોરોનાનો કહેર વર્તાવી રહ્યો છે જેને લઇને રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જેના ભાગરૂપે રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરાઇ છે જોકે રાત્રી કર્ફ્યૂ બાદ સવારે ફરી પરિસ્થિતિ જૈસે થે જેવી જોવા મળી હતી.

તેની જાહેરાત થતા લોકો શાકભાજીની ખરીદી કરવા મોટી સંખ્યામાં શાકમાર્કેટ ઉમટી પડ્યા હતા. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા સરદાર માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા

 

 

Related posts

*જોડીયા મામલતદાર કચેરી ખાતે 72 પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI: ૧૭ જાન્યુઆરીના રોજ માળીયા(મીં) ખાતેઔદ્યોગિક ભરતીમેળો*

editor

*HELLO MORBI:આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર થતાં મોરબીમાં આપના કાર્યકરો ખુશ ખુશાલ*

editor

Leave a Comment