
પડધરી તા ૧૫ (*કૌશિક કોટક દ્વારા*)અનડિટેકટ હનીટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી પડધરી પોલીસ
મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ રેન્જ તથા નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ રાજકોટ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સા.ગોંડલ વિભાગ તથા સી.પી.આઇ.શ્રી એસ.જી. રાઠોડ સા. ગોંડલ સર્કલ નાઓએ પડધરી પોલીસ સ્ટેશનમાં અનડીટેકટ હનીટ્રેપનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો શોધી કાઢવા સુચના કરવામાં આવેલ જે અંગે અમો પોલીસ સબ ઇન્સ્પેકટર જી.જે.ઝાલા ના સીધા સુપરવિઝન હેઠળ આ ગુન્હો શોધી કાઢવા માટે અને સદર કામના આરોપીને પકડવા માટે પડધરી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તમામ પ્રયત્નો કરવા સુચના કરવામા આવેલ હતી.
ગુનાની વિગત :-
ગઈ તા.૦૫/૦૭/૨૦૨૪ ના ક.૧૧/૦૦ વાગ્યા દરમીયાન ખજુરડી ગામ પાસે આવેલ વાછડાદાદાનુ મંદિર તા.પડધરી જી.રાજકોટ ખાતે આ કામના આરોપીઓએ પૂર્વ આયોજીત કાવત્રુ રચી આ કામના ફરીયાદીને આરોપી મહિલાએ અવાર નવાર ફોન કરીને સેવાભાવ કરવા તેલના ડબ્બા સારૂ મોબાઇલ ફોન ઉપર વોટસ અપ કોલથી સંપર્ક કરી ફરીયાદીને બોલાવી આરોપી નં.(૧) તથા (૨) નાએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અપહરણ કરી ફરીયાદીને ગડદાપાટુનો માર મારી ડ્રગ્સના ગુન્હામાં ફીટ કરી દેવાની ધમકી આપી આરોપીએ પોતાની પાસે છરી હોવાનુ જણાવી ફરીયાદીને મારી નાખવાના ભયમા મુકી ફરીયાદી પાસેથી રોકડ રૂપીયા ૪૨૦૦૦/- તેમજ ગળામાં પહેરેલ ચેઇન કી રૂ ૧૨૦૦૦/- તથા ફરિયાદીના સંબધીઓ પાસેથી ગુગલ પે મારફતે રૂપીયા ૩૫,૦૦૦/- ટ્રાન્ફર કરાવી તેમજ એક ઓ.પો કંપનીનો ફોન જેની કી રૂ ૧૮૯૯૯/- જે મળી કુલ ૧૦૭૯૯૯/- લઈ જઈ એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલનો બનાવ બનેલ જે અનુસંધાને પડધરી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૧૨૧૩૦૪૨૨૪૦૩૪૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૮(૫), ૬૧(૨)(ક), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.
ગુનાનો ભેદ ઉકેલવા મળેલ ઇનપુટ :-
આ કામે પડધરી પોલીસ સ્ટેશનના અમો પોલીસ સબ ઈન્સ્પેકટર જી.જે.ઝાલા તથા ટીમના માણસો દ્રારા આરોપીઓ અંગેની માહિતી મેળવવા માટે કાર્યરત હતા આ બનાવ અલગ અલગ સમયે બનેલ હોઈ જેમાં કેટલાક શકમંદોનાં ફૂટેજ મળેલ પણ તેઓની ઓળખ થઇ શકેલ નહિ જેથી સદરહુ શકમંદોની કદ-કાઠી, હલન ચલન, ઉમર વિગેરેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવેલ જે આધારે ટેકનિકલ વર્કઆઉટ પોકેટ કોપ,ઇ-ગુજકોપ.ICGS એપ્લીકેશનની મદદથી તથા અલગ અલગ પો. સ્ટે. વિસ્તારનાં શકમંદોની સઘન પૂછપરછ કરવામાં આવેલ અને જરૂરી માહિતી મેળવવામાં આવેલ. જે માહિતીને આધારે અમો પો.સબ ઇન્સ. જી.જે.ઝાલા નાઓને મળેલ બાતમી આધારે આરોપી શોધી કાઢી સદરહુ આરોપીઓને અટક કરી ગંભીર પ્રકારના અનડીટેકટ હનીટ્રેપના ગુન્હાનો ભેદ ઉકેલી નીચે મુજબના આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે.* પકડાયેલ આરોપીઓ:→
૧) અરવિંદભાઇ ઉર્ફે અનીલ આંબાભાઇ ગજેરા જાતે પટેલ ઉવ.૪૨ ધંધો મજુરી રહે.ભગવતીપરા શેરી નં.૧૦ સબ સ્ટેશનની બાજુમા રાજકોટ મુળ ગામ લાખાપાદર તા.વડીયા જી.અમરેલી
૨) સુરેશભાઇ ધરમશીભાઇ ગોધાણી જાતે પટેલ ઉવ.૫૦ ધંધો વેપાર રહે.હાલ મોરબી રોડ નાના ફાટક પાસે શ્રી હરી સોસાયટી
વાસુદેવ સ્કુલની સામે રાજકોટ મુળ ગામ કેશીયા તા.જોડીયા જી.જામનગર
(૩) જીન્નતબેન ઉર્ફે બેબી વા/ઓ રફીકભાઇ અલારખાભાઇ મકવાણા જાતે મુસ્લીમ ઉવ.૪૨ ધંધો ઘરકામ રહે.નંદનવન શેરી નંબર
૨૦ ભગવતીપરા મેઇન રોડ રાજકોટ
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ :-
આરોપી (૧) અરવિંદ અનિલ આંબાભાઇ ગજેરા વિરૂધ્ધ નિચે મુજબ ગુના નોંધાયેલ છે.
1. ગાંધીગ્રામ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૫૮/૨૦૧૬ ઇમો.ટ્રાફિક પ્રિ. એક્ટ ૩,૪,૫,૯ મુજબ
2. ભેસાણ પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૩૦૦૭૨૨૦૦૨૪ ઇપીકો કલમ ૩૬૫,૩૮૪, ૩૮૯, ૧૭૦, ૧૨૦(બી),૧૧૪ મુજબ
૩. કુવાડવા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૮૦૩૭૨૧૦૯૨૭ ઇપીકો કલમ ૩૮૬,૩૨૩,૧૨૦(બી), ૫૦૬(૨) જી.પી.એક્ટ કલમ ૧૩૫
મુજબ
4. ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૦૨૨૦૧૫૬ ઇપીકો કલમ ૩૮૬,૩૮૪, ૩૬૫, ૩૨૩, ૧૨૦(બી), ૧૭૦, ૫૦૬(૨)
5. આજીડેમ પો.સ્ટે. ફર્સ્ટ ફુ.ર.નં. ૧૧૨૦૮૦૦૨૨૨૦૭૧૮/૨૦૨૨ આઈ.પી.સી. કલમ ૩૬૫, ૩૮૭, ૧૨૦(બી), ૪૧૯, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ
6. કુવાડવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૨૦૮૦૩૭૨૧૦૯૨૭/૨૦૨૧ આઇ.પી.સી.૧૨૦ બી,૩૨૩,૩૮૬,૫૦૬(૨) જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ
આરોપી (૨) સુરેશભાઇ ધરમશીભાઇ ગોધાણી વિરૂધ્ધ નિચે મુજબ ગુના નોંધાયેલ છે.
1. રાજકોટ શહેર બી ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. I/0286/2016 આઇ.પી.સી.કલમ ૧૨૦ બી,૩૨૩,૩૪૨,૩૮૬,૩૮૯.૫૦૪,૫૦૬(૨
2. રાજકોટ શહેર બી ડીવી. પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૮૦૫૧૨૦૧૪૩૪/૨૦૨૦ જુગારધારા કલમ ૪,૫
આરોપી (3) જીન્નતબેન ઉર્ફે બેબી વા/ઓ રફીકભાઇ અલારખાભાઇ મકવાણા વિરૂધ્ધ નિચે મુજબ ગુના નોંધાયેલ છે.
1. ભેસાણ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૭૨૨૦૦૨૪ ઇપીકો કલમ ૩૬૫,૩૮૪, ૩૮૯, ૧૭૦, ૧૨૦(બી),૧૧૪ મુજબ
2. ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૦૨૨૦૧૫૬ ઇપીકો કલમ ૩૮૬,૩૮૪, ૩૬૫, ૩૨૩, ૧૨૦(બી), ૧૭૦, ૫૦૬(૨)
3. જુનાગઢ સી ડીવી.ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૪૨૨૦૦૭૨ આઇ.પી.સી.૧૨૦ બી,૧૭૦,૨૯૪(બી),૩ ૨૩,૩૮૯,૪૦૬,૪૨૦,૫૦૩
ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી:-
આ કામના આરોપીઓ પૂર્વાયોજીત કાવત્રુ રચી ફરીયાદીનો મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરી ફરીયાદીને મહિલા આરોપી નાઓ સેવાભાવી કામ કરાવવા માટે બોલાવી સહ આરોપીઓ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અપહરણ કરી ડ્રગ્સના ગુન્હામાં ફીટ કરી દેવાની ધમકી આપી બળજબરીથી રોકડા રૂપિયા મંગાવી ફરી. પાસેથી પડાવી ગુનો કરવાની ટેવ ધરાવે છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી:-
પોલીસ સબ ઇન્સ્પેકટર જી.જે.ઝાલા તથા ASI ભગીરથસિંહ જાડેજા તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગોહિલ તથા દશરથસિંહ જાડેજા તથા વસંતભાઇ ભુંડીયા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા સુમીતભાઇ પનાળીયા તથા સાગરભાઇ ખટાણા.
