• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ અને મોરબી સિરામિક એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે આજે એક મીટીંગ યોજાઇ*

આદરણીય ઉદ્યોગકાર મિત્રો,

જય ભારત સાથ જણાવવાનું કે, મોરબી તાલુકા પોલીસ અને મોરબી સિરામિક એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે આજે એક મીટીંગ નુ આયેજન થયેલુ હતુ. જેમાં મોરબીના ઉદ્યોગમાં પરપ્રાંતિય મજૂરો માં ગુનાહિત પ્રવૃતિ અને અનેક ક્રાઇમ ની ઘટના બને છે. આવા બનાવો બનતા અટકાવા માટે શું શું કાળજી રાખવી તેની માહીતી આપવામાં આવી. ઉદ્યોગમાં કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાક્ટરો સાથે વાર્તાલાપ કરવામાં આવેલ. આ મિટિંગમાં મોરબી તાલુકા પોલીસ અધિકારી શ્રી કે.એ વાળા સાહેબ હાજર રહેલ અને માર્ગદર્શન આપેલ કે,
(1) કોન્ટ્રાક્ટરે દરેક મજૂરના આધાર કાર્ડ લેવા તથા કોના મારફતે તેના સંપર્કમાં આવ્યા તેના ઓળખ ના આધાર લેવા.
(2) કંપનીમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા જણાય તો કોન્ટ્રાક્ટરે કંપની ના માલિકને સાથે રાખી પોલીસમાં જાણ કરવી.
(3) 18 વર્ષથી નીચેના કોઈપણ મજુરને કંપનીમાં કામ પર રાખવા નહી.
(4) મજુરના નાના બાળકો મજુર સાથે કામના સ્થળે ન આવે તેના બદલે શક્ય હોય તો બાળકો માટે બાલઘરની વ્યવસ્થા કરવી.
(5) લેબર ક્વોટરમાં કામ કરતાં જ લેબર રહે છે તેની ખાતરી કરવી તથા કોઈ ગેસ્ટ હોય તો તેની નોંધણી કોન્ટ્રાક્ટરે કંપની માં કરાવી.
(6) કંપની માં હેવી વાહનો JCB , ટ્રેક્ટર વગેરે વાહનો ના ડ્રાઇવર પાસે લાયસન્સ હોવું જરૂરી છે.
(7) કોન્ટ્રક્ટરો એ લેબર સાથે ફેમિલી અને આત્મિય સબંધો રાખવા જેથી મજુરો ડીપ્રેસનમાં રહેતા હોય તો વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવી શકાય.
ઉપરોક્ત મુજબની કાળજી રાખે તેવી તમામ કંપનીના માલિકોએ પોતાના કોન્ટ્રાક્ટરને સુચના આપવા નમ્ર વિનંતી.
આભાર સહ……..
પ્રમુખશ્રી,
મોરબી સિરામિક મેન્યુ એસોસિયેશન.

Related posts

*HELLO MORBI:મોરબી: નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાનો જ્ઞાનસેતુ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ*

editor

*સુરતમાંસમાજ ચિંતન ચર્ચા વિચારણા સમાજ ચિંતકો દ્વારા કરાઈ*

Hello Morbi

*ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના હોદેદારો ની નિમણુક કરાઇ*

Hello Morbi

Leave a Comment