• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:થરાનો એક વડલો ઢળી પડયો…અચરતભાઈ એટલે ભાજપ નહીં; કમળ*

અમૃતધારા-કનુભાઈ આચાર્ય

થરાનો એક વડલો ઢળી પડયો…અચરતભાઈ એટલે ભાજપ નહીં; કમળ

સન્માનીય નરેન્દ્ર મોદીની આસપાસ સો-દોઢસો કાર્યકરોનું ટોળું હોય. તેમની આંખ બધા પર ફરે. જાણે કાંઈ શોધતા ન હોય ? ને તેઓ પૂછે કે- અચરતલાલ ક્યાં છે ?
ટોળા વચ્ચે કે પાછળ ઊભેલા અચરતલાલને કાર્યકરો મારગ કરી આપે. ને અચરતલાલ મોદી સાહેબ સામે આવીને ઊભા રહે. ને મોદી સાહેબ પાછા મજાક કરે, અચરતલાલ, તમારી થેલી ક્યાં ?
આ થેલી એ અચરતલાલનું સિમ્બોલ છે. એ થેલી લઈને હંમેશા ફરે. થેલીમાં શું હોય ? લોકસેવાની અરજીઓ. થોડાં કાગળિયાં ને બીજાનાં કામ કરવાની ભરપૂર નિષ્ઠા.
નરેન્દ્ર મોદી સાહેબની મેમરી ફોટોગ્રાફીક છે. એકવાર કોઈ વ્યક્તિને મળે, હંમેશાં તેમના ચિત્તમાં એ વ્યક્તિની છબી છપાઈ જાય. પણ એથી ય વિશેષ કાર્યકરનો આખો ઈતિહાસ, ભૂગોળ, નિષ્ઠા બધાની તેમની પાસે ચોક્કસ માહિતી હોય. બીજા કાર્યકરોની તુલનાએ અચરતભાઈની છાપ તેમના મગજમાં નિષ્ઠાવાન કાર્યકર તરીકેની છે. તન-મન અને ધનથી સંપૂર્ણ સમર્પિત આવા બહુ ઓછા કાર્યકરો છે ઃ તેમાંના એક અચરતભાઈ. ભાજપના જિલ્લા મહામંત્રી હોય કે પછી કોઈ પણ પદ ઉપર હોય તેમણે ક્યારેય કોઈ લાભ ઊઠાવ્યો નથી. લોકોનાં કામ નિસ્વાર્થભાવે કરે. પોતાની ગાડી, પોતાનું પેટ્રોલ. કાદવ વચ્ચે કમળની જેમ રહેવું એ તેમના રાજકીય જીવનની બહુ મોટી ઉપલબ્ધિ છે…? ભાજપનું સાચું કમળ અચરતલાલ ! અચરતભાઈ રાજકીય વ્યક્તિ ન હતા. તેઓ હંમેશાં લો પ્રોફાઈલ રહ્યા. તેમના વ્યક્તિત્વનું આગવું પાસુ એ હતું કે તેઓ જલાબાપાની જેમ સેવાધારી હતા. રોજ સવારે પાંચ વાગે ઊઠે. જલારામ મંદિરથી આવેલા સો-દોઢ સો રોટલા લઈને નીકળી પડે. શેરીએ શેરીએ ફરીને કૂતરાઓને રોટલા ખવડાવે. સાથે બિસ્કિટ હોય તે પણ કૂતરાઓને નાખે. લીલો ઘાસચારો આવે તે ગાયોને ખવડાવે. સવારના સવાપાંચથી શરૂ થયેલી આ સેવા સાતેક વાગ્યા આસપાસ પૂરી થાય. રોજનો આ ક્રમ.
ગરીબોને રેશનની કીટ આપે. થરા બસ સ્ટેન્ડ ઉપર દર ઉનાળે તેમની ઠંડા પાણીની પરબ ચાલે. ગૌશાળામાં અઢળક દાન આપે. વચ્ચે વાલ્મીકિ સમાજનાં સમૂહ લગ્ન તેમણે કરાવ્યાં હતાં. રાવળ સમાજનાં સમૂહ લગ્નમાં પણ તેમણે સહયોગ આપ્યો હતો. તેમના પુત્ર નિરંજનભાઈનો પુત્ર બેંગલોર આઈ.ટી.કંપનીમાં નોકરી કરે. જ્યારે તેનો પહેલો માસિક પગાર લાખ રૂપિયા આવ્યા ત્યારે કુંજે જાહેરાત કરી કે- આ બધા પૈસા તે ગૌસેવામાં વાપરશે. અચરતભાઈનો પુત્ર નિરંજન રાજકીય ક્ષેત્રે કાર્યરત છે. પણ તે જલારામ મંદિર થરામાં પણ બહુ સક્રિય છે.
અચરતભાઈનો આખો પરિવાર ભાવનાશીલ. સેવા, સમર્પણ એ એમનો ગુણ. મોટો દીકરો હર્ષદભાઈ રોજ સવારે પાંચ વાગે ઊઠીને રામધૂનમાં જાય. નાનો દીકરો નિરંજનભાઈ પણ સવારે પ્રભાત ફેરીમાં જાય. અચરતભાઈ સો-દોઢસો રોટલા લઈને શેરીએ શેરીએ ફરે.
આવું સંત જેવું જીવન જીવતા અચરતભાઈની આયુષ્યની દોરી ખૂટી. પણ એમના જીવને લઈ જવો કેવી રીતે ? યમરાજા પણ મૂંઝાયા હશે…અકળાયા હશે ! દુઃખદ ફરજ બજાવવાની હોય તે રીતે અંધારી રાતનો પછેડો ઓઢીને આવ્યા. ભલા જીવને જરા ય દુઃખ ના પહોંચે તે રીતે ઊંઘમાં ને ઊંઘમાં એમના આત્માને લઈને ચાલતા થયા. રાત્રે અગિયાર વાગ્યા સુધી પુત્ર નિરંજનભાઈ સાથે વાત કરી. પછી મેડી ઉપર સુવા ગયા..હર્ષદભાઈ અને નિરંજનભાઈ ક્રમ પ્રમાણે પ્રભાતફેરીમાં ગયેલા. કૂતરાના રોટલા ઘરમાં પડયા હતા. બિસ્કિટ પડયાં હતા. પૌત્ર રાઘવને આશ્ચર્ય થયું. સાત વાગે બાપા કેમ ઊઠયા નથી ? ઉપર જગાડવા ગયો. પ્રગાઢ નિંદરમાં સૂતેલા. ન કોઈની સેવા લીધી. ન બીમાર રહ્યા. સંતની જેમ જીવનને પૂર્ણ કર્યું..લોકસેવા અને રાજકારણ બન્નેમાં ખરા ઉતરવું એ સિદ્ધિ છે !
સ્મશાનમાં તેમને વિદાય આપવા હજારો માણસો ઉમટી પડયા. લોકહૃદયમાં તેમણે સ્થાન મેળવ્યું હતું ઃ સ્મશાનમાં તેમને અપાયેલી શ્રદ્ધાંજલિ દ્વારા તેમની લોકપ્રિયતા વ્યક્ત થઈ. ર૯/૮/૧૯પ૩ માં તેરવાડામાં જન્મેલા અચરતભાઈએ લગભગ એકોતેર વર્ષની જિંદગીમાં અનેક સંઘર્ષો વેઠયા. પોતાના ભાઈ ભગવાનદાસ ઠક્કર બંધુને ભણાવ્યા. તેમની કારકિર્દી બનાવી. બધા ભાઈ-બહેનોને પિતૃ સમ છાયા આપી. અનેક સંતોના આશીર્વાદ મેળવ્યા. નાની જિંદગીમાં સવાસો વર્ષ જેટલું કામ કર્યુ..
જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે.
તેમના આત્માનો ચીર શાંતિ મળે તેવી પ્રાર્થના
૦૦૦

Related posts

*HELLO MORBI: મચ્છુ નદી નજીક ઠલવાતો કચરો સિરામિકનો ના હોવાની સિરામીક એસોસીએશનની સ્પષ્ટતા*

editor

*HELLO MORBI: જોડીયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI: નવયુગ બી બી એ કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 73 માં જન્મદિવસની અનોખી ઉજવણી*

editor

Leave a Comment