• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ ટાઉનમાં સોનાના દાગીના, ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

*હળવદ ટાઉનમાં સોનાના દાગીના જેની કુલ કિ.રૂા. ૨,૬૬,૦૦૦/-ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી ગુનામાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરતી

હળવદ પોલીસ
રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાકાનેર ડિવીઝન સમીર સારડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોરબી ડિવીઝન પી.એ.ઝાલા સાહેબ નાઓએ ગઇ તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હોય જેમા રૂા.૨,૬૬,૦00/- ના મુદામાલની ચોર થયેલ હોય જે અંગે ગુનો ડિટેકટ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય.

જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.ટી.વ્યાસ દ્વારા હળવદ પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એ.એસ.આઈ. એ.એન.સિસોદીયા તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ નાઓને મળેલ બાતમી આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ગુન્હો ડિટેકટ કરી હળવદ પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં. ૭૩૧/૨૦૨૪ બી.એન.એસ. ૩૦૫ (એ), ૩૩૧(૪) નો ગુન્હામાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
૧) ધર્મેશ પ્રદિપકુમાર જોષી જાતે બ્રાહ્મણ રહે. ઓરા વાડ, હળવદ તા.હળવદ જી.મોરબી
રીકવર કરેલ મુદામાલની વિગત-
1. સોનાની વિટી નંગ ૨ જે આશરે ૧૪ ગ્રામ
2. મંગળસુત્ર જે આશરે ૨૩ ગ્રામ
3. સોનાની ચાર જોડી બુટી જેનો વજન આશરે ૧૫ ગ્રામ છે
4. એક પેન્ડલ જેનું વજન આશરે ૧ ગ્રામ જે તમામ સોનાના દાગીનાનું કુલ વજન આશરે ૫૩ ગ્રામ જેની કુલ કિ.રૂા. ૨,૬૬,૦૦૦/- નો તમામ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા પો.સબ.ઇન્સ. પી.એલ.સેડા, એ.એસ.આઈ. એ.એન.સિસોદીયા તથા આર.એમ.ગોહિલ, પો.હેડ.કોન્સ. એલ.આર. ચૌહાણ તથા પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ તથા મનોજભાઇ ગોપાલભાઇ પટેલ તથા પ્રફુલભાઇ હરખાભાઇ સોનગ્રા તથા હિતેશભાઇ મહાદેવભાઇ સાપરા, લીંબાભાઇ હમીરભાઇ રબારી નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ ७.*

Related posts

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૦-૬ થી શરૂ*

Hello Morbi

*મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો*

editor

Leave a Comment