• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીની 20 રાષ્ટ્રીયકૃત બેન્કો પણ હડતાલમાં જોડાઈ*

બીએસએનએલ અને એલઆઈસીએ પણ ટેકો આપી હડતાળમાં જોડાયા મોરબી : આજે દેશની રાષ્ટ્રીય કૃત બેન્કો તેમજ અન્ય સરકારી સાહસો અને સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. જેનો દેશભરમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે આજે રાષ્ટ્વ્યાપી હડતાલ પાડવામાં આવી છે. જેમાં મોરબીની 20 જેટલી રાષ્ટ્રીય કૃત બેન્કો જોડાઈ છે. જેમાં એસ.બી.આઇ સિવાયની મોરબીની અન્ય 20 જેટલી રાષ્ટ્રીય કૃત બેન્કના 200 થી વધુ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્ને રાષ્ટ્ વ્યાપી બેન્ક હડતાલમાં જોડાઈને પોતાની બેન્ક કામગીરીથી અળગા રહ્યા હતા. પરિણામે બેન્કો વહીવટી કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. અંદાજે 1500 કરોડ જેટલું ક્લિયરિંગ ઠપ્પ થઈ ગયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બેન્ક ઉપરાંત બી.એસ.એન એલના કર્મીઓએ પણ 4જી સેવા, પગાર ભથ્થા,ત્રીજું પગારપંચ, અનિયમિત મેડિકલ બિલ સહિતના પ્રશ્ને હડતાળમાં જોડાયા હતા આ જ રીતે એલ.આઈ.સીના પણ કર્મીઓ પણ પડતર પ્રશ્નો તેમજ ખાનગીકરણનો વિરોધ કરી ટેકો જાહેર કરતા હડતાળમાં જોડાયા હતા. મોરબીમાં કોરોના મહામારીને ધ્યાને લઇ કર્મચારીઓએ સુત્રોચાર કાર્યક્રમ સ્થગિત રાખ્યો હતો માત્ર કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.

 

Related posts

*HELLO MORBI:સલાયાના મુસ્લિમ ભાઈઓને આજરોજ રમઝાનના મોટા 27 માં રોઝા દિવસની શુભેક્ષા આપતા સલાયાના અગ્રણીઓ*

editor

*કોડીનાર માં રથયાત્રા અને ઈદ નિમિતે શાંતી સમિતિની બેઠક યોજાઈ*

Hello Morbi

COVID-19 VACCINE NEWS: હોળી પહેલા આવી જશે કોરોના વેક્સિન, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને વિશ્વાસ

Hello Morbi

Leave a Comment