• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જોડીયા:રામવાડી ખાતે ભવ્ય થી દિવ્ય રીતે હનુમાન જયંતી ઉજવણી કરવા તડામાર તૈયારીઓ*

જોડિયાધામ : તા ૧૧ (*લલિત નિમાવત દ્વારા*)જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર ” રામવાડી ” જયશ્રી ભોલેબાબા આશ્રમ ખાતે આગામી તારીખ ૧૨/ ૪ / ૨૫ ને શનિવારના રોજ શ્રી હનુમાન જ્યંતીના પાવન પુણ્યશાળી પર્વ શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ તૅમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના આશીર્વાદથી શ્રી હનુમાન જ્યંતી નિમિતે શનિવારના રોજ સવારે ૭ : ૦૦ ક્લાકે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું વિશેષ પૂજન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે તૅમજ સવારે ૯ : ૦૦ થી ૧૧ : ૦૦ દરમ્યાન સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ દ્વારા આહુતિ સાથે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ પાંચ કુંડનો હોમાત્મક યજ્ઞ રાખેલ છે જે ભાવિકો યજ્ઞમાં બેસવા ઈચ્છતા હોય એમને ગુરૂવાર સુધીમાં રામવાડી આશ્રમ ખાતે નામ લખાવી દેવા જણાવાયું છે આ ઉપરાંત શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની મહાઆરતી ઢોલ, નગારા અને ઝાલરો સાથે થશે ત્યારબાદ આમંત્રીત મહેમાનો માટે બપોરે મહાપ્રસાદ યોજાશે તૅમજ સાંજે ૪ : ૦૦ થી ૭ : ૦૦ દરમ્યાન સંગીતમય સુંદરકાડના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન, સકીર્તન રાખેલ છે જેમાં સૌ સાધક ભાવિક ભક્તજનો સામુહિકમાં સુંદરકાંડના પાઠ કરશે ત્યારબાદ સાંજે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની દીપમાળા સાથે ઢોલ, નગારા અને ઝાલરોના નાદથી મહાઆરતી કરવામાં આવશે સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી આશ્રમ દ્વારા જણાવાયુ છે

Related posts

*પારડી ગામે જલ સે નલ નું ખાતમુહૂર્ત કરાયું*

Hello Morbi

*મોરબીમાં રહેણાક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો*

Hello Morbi

*HELLO MORBI:ભારત સરકાર દ્રારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે યુવા નેતૃત્વ તાલીમ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment