• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું; ૩૧ મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે*

સરકારશ્રી દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આગામી ૩૧/૦૫/૨૦૨૫ સુધી આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

સરકારશ્રીના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે “અર્ધ પાકા, કાચા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પપૈયામાં સહાય, કેળ (ટીસ્યુ)માં સહાય, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો બાગાયતી પાકોના પ્રોસેસીંગ નવા યુનીટ, ઔષધિય સુગંધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનીટ, સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી, આંબા, જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમાં સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ખેતર પર શોર્ટીંગ-ગ્રેડિંગ-પેકિંગ એકમો ઉભા કરવા, પપૈયા ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર, આંબા તથા લિંબુ પાકના નવીનીકરણમાં સહાય, પેકિંગ મટીરીયલ્સમાં સહાય, વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેંડ) વગેરે જેવા ૪૭ ઘટકોમાં લાભ લેવા દરેક ખેડૂતોને અરજી કરવા માટે આગામી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ-ખેડુત પોર્ટલ ૨.૦, http//ikhedut.gujarat.gov.in ખુલ્લુ મુકવામાં આવ્યું છે.બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડુત પોર્ટલ ૨.૦, http//ikhedut.gujarat.gov.in પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. આ સાધનિક કાગળોની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: શું વાત છે, ધો. 12 કોમર્સ પછી પણ નર્સિંગ ફિલ્ડમાં આગળ વધી શકીએ? તો હા !!! વધુ વિગત માટે જાણો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ત્રિદિવસીય ધમાકેદાર રંગરાત્રિ(નવરાત્રી) મહા ઉત્સવ ઉજવાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ના બાળકો જિલ્લા કક્ષાના એથ્લેટિક રમતોત્સવમાં ઝળક્યા*

editor

Leave a Comment