• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જૈવ વિવિધતા દિવસ વિવિધતા સભર ઉજવાયો*

જૈવ વિવિધતા દિવસ વિવિધતા સભર ઉજવાયો
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ અને ગીર ફાઉન્ડેશન-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવણી અંતર્ગત બાળકો જૈવ વિવિધતાને સમજે, તેનું જતન કરતાં થાય એ ઉદ્દેશથી બાળકો માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ ત્રણ સેશનમાં કરવામાં આવેલ. જેમાં પ્રથમ સેશનમાં બાળકોને જૈવ વિવિધતા અંગે વિજ્ઞાનકેન્દ્રના ડો.સંજય પંડ્યા દ્વારા જૈવ વિવિધતા એટલે શું?, તેના પ્રકારો જેવા મુદ્દાઓ પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બીજા સેશનમાં બાળકોએ જૈવ વિવિધતાને અનુરૂપ ચિત્રો દોરેલ, ત્યારબાદ ત્રીજા સેશનમાં બાળકોને જૈવ વિવિધતાને અનુરૂપ એક્ટિવિટી વિજ્ઞાનકેન્દ્રના પંકજભાઈ ડાંગર દ્વારા કરાવવામાં આવેલ. જેમાં બાળકોએ બી ઇન ફ્લાવર, જૈવ વિવિધાતાનું ઘૂમક્કડ વગેરે જેવી પ્રવૃતિઓ કરેલ. આ કાર્યક્રમમાં ગીર ફાઉન્ડેશન-ગાંધીનગરથી ભાવેશભાઈ ત્રિવેદી હાજર રહેલ. તેઓએ તમામ બાળકોને જૈવવિવિધતામાં પતંગિયાની જૈવ વિવિધતા વિષે વ્યાખ્યાન આપેલ. કાર્યક્રમને અંતે તમામ બાળકોને હળવો નાસ્તો તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં 65 થી પણ વધુ બાળકો સામેલ થયેલ. સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતા, ટ્રસ્ટી મંડળ, સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયાએ તમામને અભિનંદન પાઠવેલ.
રિપોર્ટર=શરદ એમ. રાવલ ગામ=હડીયાણા.

Related posts

*શિક્ષણની સાથે સાથે રમત ગમત નો આનંદ પ્રાપ્ત કરતા નીરૂબેન પટેલ નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ના ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સમાં આવેલ દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબી: માનવસર્જિત ઝુલતાપુલ દુર્ઘટનાને પગલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ*

Hello Morbi

Leave a Comment