
પૂજ્ય જલારામ બાપાના ભજનનાં સાત વર્ષ પૂર્ણ કરતું ડીસાનું જલારામ ગૌ સત્સંગ મંડળ
તારીખ 26-7-2018 ના અતિ શુકનિયાળ દિવસથી દર ગુરૂવાર માટે પૂજ્ય જલારામ બાપાનાં ભજન જલારામભાઈ દેવવાળા પરિવારના નિવાસસ્થાનેથી શરૂ કરવામાં આવ્યાં હતાં.366 મા ગુરૂવારે ભરતભાઈ લાલચંદજી અગ્રવાલના નિવાસસ્થાને આ ભજનને નિયમિતપણે સાત વર્ષ પૂર્ણ થતાં સૌ હરિભક્તોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ભરતભાઈ લાલચંદજી અગ્રવાલ પરિવારના નિવાસસ્થાને ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેતાં ભજનની રમઝટ જામી હતી.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 78000 અઠોતેર હજારની ગૌસેવા એકત્ર થઇ હતી.યજમાન પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટો દ્રારા વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આઠમા વર્ષના પ્રથમ ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના દરબારમાં જલારામ મંદિર ખાતે સાંજે 4=30 થી 7=00 દરમિયાન ભજન રાખેલ હોઈ સૌને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.આઠમા વર્ષ માટે પણ પાંચ મહિનાના ગુરૂવારનાં ભજન એડવાન્સમાં નોંધાઈ ચૂક્યાં છે.
