• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હડિયાણા કન્યાશાળા ખાતે રાખડી સ્પર્ધાનું આયોજન કરાયુ*

હડિયાણા: તા ૨ રાખડીને ભાઈ અને બહેનના પવિત્ર સબંધના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. અને રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેનના નિર્દોષ પ્રેમના પ્રતિક સમાન ગણવામાં આવે છે.રક્ષાબંધનના તહેવારની બહેનો હમેશા આતુરતા પૂર્વક રાહ જોતી હોય છે. શ્રી હડીયાણા કન્યા શાળાની બહેનો પણ રક્ષાબંધનના તહેવારને લઇને ખુબજ ઉત્સાહિત હતી. તેઓ પણ પોતાના ભાઈઓને રક્ષાના પ્રતિક સમાન રાખડી બાંધવા ઉત્સુક છે.એમાં પણ જો બહેન આ રાખડી પોતાના જ હાથે બનાવે તો તેનો અનેક ગણું મહત્વ વધી જાય છે.
તારીખ ૦૨/૮/૨૦૨૫ ને શનિવારના રોજ શાળાની શિક્ષિકા બહેનોની અગવાની હેઠળ શ્રી હડીયાણા કન્યા શાળામાં રક્ષાબંધનના તહેવાર નિમિતે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સૈપ્રથમ આ રાખડી સ્પર્ધાના તમામ નિયમો તથા જરૂરી માર્ગદર્શન શાળાના શિક્ષિકા બહેન દેવાંગીબેન બારૈયા દ્વારા આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નિમ્ન પ્રાથમિક વિભાગ (બાલવાટિકા અને ધોરણ ૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮) એમ બે વિભાગોમાં વહેંચવામાં આવી હતી. જેમાં શાળાની વિધાર્થીની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આરાખડી સ્પર્ધાના નિમ્ન પ્રાથમિક વિભાગના નિર્ણાયક તરીકે શાળાના મ.શિ. ભારતીબેન ભીમાણી તથા હિનાબેન પરમારે તથા ઉચ્ચ પ્રાથમિક વિભાગના નિર્ણાયક તરીકે શાળાના મ.શિ. દેવાંગીબેન બારૈયા અને નિરુબેન મકવાણાએ કામગીરી બજાવી હતી. તેઓએ રાખડી સ્પર્ધાના જરૂરી માપદંડોના આધારે વિધાર્થીનીઓએ બનાવેલ રાખડીઓનું અવલોકન કરી પોતપોતાના વિભાગોમાંથી પ્રથમ ત્રણ ઉત્તમ રાખડીઓને પસંદ કરી તેઓને નંબર આપ્યા હતા.આ નંબરો મેળવનાર બહેનોને શાળામાં આચાર્યશ્રી અરવિંદભાઈ એન. મકવાણા તથા શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. બંને વિભાગમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિધાર્થીની બહેનોની યાદી નીચે પ્રમાણે છે.
ધોરણ બાલવાટિકા થી ૫ ના વિભાગમાંથી મેળવેલ નંબરની યાદી
ક્રમ વિધાર્થીનીનું નામ ધોરણ મેળવેલ નંબર
1 પરમાર જાહલ શાંતિલાલ 5 પ્રથમ
2 કાનાણી નંદીની પીયુષભાઈ બાલવાટિકા પ્રથમ
3 કાલાવડીયા શ્રેયા વિજયભાઈ 5 દ્રિતીય
4 ભેઘાણી તસ્લીમ જાવીદ 4 દ્રિતીય
5 કાલાવડીયા મિષ્ટિ મયુરભાઈ 4 તૃતીય
6 પરમાર હિર ભારતભાઈ બાલવાટિકા તૃતીય
ધોરણ ૬ થી ૮ ના વિભાગમાંથી મેળવેલ નંબરની યાદી
ક્રમ વિધાર્થીનીનું નામ ધોરણ મેળવેલ નંબર
૧ કગથરા અદિતિ અલ્પેશભાઈ 8 પ્રથમ
૨ પરમાર જીયા નિતિનભાઇ 7 પ્રથમ
3 પરમાર માર્ગી જયસુખભાઇ 7 દ્રિતીય
૪ ગોસાઈ અસ્થા કૈલાસગીરી 7 દ્રિતીય
૫ વસ્કલા પૂજા દુદીયાભાઈ 7 તૃતીય
૬ સોનગરા બિંદીયા નિકુંજભાઈ 8 તૃતીય

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વી. જી. આર. સી* *સીરામીક કોન્ક્લેવ ફોર વિકસિત ભારત ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ વિષયક સીરામીક સેમિનારમાં એમ.ઓ.યુ. સંપન્ન*

editor

*HELLO MORBI: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાંતિલાલ અમૃત્યના ધર્મપત્નિ જ્યોત્સનાબેન અનિલભાઈ વરમોરા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના ઓએ બાપાના ચરણોમાં મસ્ત ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા*

Hello Morbi

ગાંધીનગર: કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તો RTPCR ટેસ્ટ કરાશે

Hello Morbi

Leave a Comment