• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિર દ્વારા દિવ્ય શાકૉતસવ . રક્તદાન કેમ્પ યોજાયો*

મોરબી:તા ૨૫ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)શાકોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પ. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર શનાળા રોડ મોરબી દ્વારા સદગુરુ પ્રેમપ્રકાશદાસજીસ્વામી ની પ્રેરણાથી અને નિલેશભાઈ પ્રભુદાસ ભાઈ ખખ્ખર ના યજમાનપદે શાકોત્સવ અને રક્તદાન કેમ્પનું આયોજન હરિકૃષ્ણ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ રાજપર રોડ મા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતોએ આશીર્વાદ અને પ્રસંગિક પ્રવચનો કર્યા હતા. 4000 માણસોએ શાકોત્સવમાં પ્રસાદનો લાભ લીધો હતો. રક્તદાન કેમ્પમાં 70 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં નિલેશભાઈ, જયદીપભાઇ, જીગરભાઈ, કિરણબેન,ખુશાલીબેન, મિલૌનીબેન ખખ્ખર અને ખખ્ખર પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક શ્રી રમેશભાઈ માકાસણા એ આયોજકો, રક્તદાતાઓ અને ખખ્ખર પરિવારના યુવાનોનો આભાર માન્યો હતો.

 

Related posts

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી હિન્દુ યુવા વાહિનીગૌરક્ષકો અને ટંકારા ગૌરક્ષક તથા જીવ દયા પ્રેમી દ્વારા કચ્છ તરફ કતલખાને લઈ જવાતા ૧૧ ગાય અને ગૌવંશ બચાવી લેવામાં આવ્યા*

editor

*ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય*

Hello Morbi

Leave a Comment