• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: મોરબી આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી 𝟐𝟎𝟐𝟔 અંતર્ગત ઉજવણી કરાય*

*રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો – ૨૦૨૬ ની ઉજવણી કરાઈ*
આજરોજ તા.૦૨/૦૧/૨૦૨૬ (શુક્રવાર) ના રોજ સવારે ૧૦:૩૦ વાગે આર.ટી.ઓ મોરબી દ્વારા જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્યોની સાથે રાખીને ઓપરેટ કન્યા છાત્રાલય, ટંકારા ખાતે *ઉદ્દઘાટન સમારોહ* નું આયોજન કરવામાં આવ્યુ.
ઉદ્દઘાટન નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સરદા સાહેબના અધ્યક્ષ સ્થાને ખુલ્લો મૂકી તેમાં એ.આર.ટી.ઓશ્રી આર.પી.પ્રજાપતિ સાહેબ, ટંકારા ચીફ ઓફિસરશ્રી ગિરીશ સરૈયા સાહેબ, ઓપરેટ કન્યા છાત્રાલયના કેમ્પસ ડાયરેક્ટરશ્રી ગોપાલભાઈ રતનપરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
મંચસ્થ મહાનુભાવો દ્વારા આર.ટી.ઓ, પોલીસ, છાત્રાલય નો સ્ટાફ અને ૧૫૦ થી વધુ વિધાર્થીની ઓને માર્ગ સલામતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ.
જાન્યુઆરી ૨૦૨૬ દરમીયાન આર.ટી.ઓ તેમજ પોલીસના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવનાર માર્ગ સલામતીના કાર્યક્રમોની જાણ કરવામાં આવી.
વિધાર્થીની ઓને આવનારા ભવિષ્યમાં એક સાચા અને સજાગ વાહનચાલક કેવી રીતે બનવુ, રસ્તા પર થતા અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરનાર માટે રાહવીર યોજના, એન્ફોર્સમેન્ટની કામગિરી એ માર્ગ સલામતીનું જ એક અંગ છે, ટ્રાફિકના નિયમો જાણવા અને તેનું પાલન કરવું વગેરે વિષય પર વિધાર્થીઓને સમજૂતી આપવામાં આવી.

Related posts

*HELLO MORBI:જીવનદર્શન* *વિવિધ રચનાત્મક વિચારો થકી પ્રેરણાદાયી જીંદગી જીવતા દિયોદર/કડીના શ્રી જીતુભાઈ રસિકલાલ અખાણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ માં ટેકનોપેક પોલીમર્સ લિમિટેડ મોરબી નું ગૌરવ*

editor

*HELLO MORBI: ૨૦ ડિસેમ્બરે મોરબી ખાતે ઊર્જા સપ્તાહ અંતર્ગત ઉર્જા સપ્તાહ વીજ સલામતી અને વીજ બચત રેલી નું આયોજન*

editor

Leave a Comment