• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દેવભૂમિ દ્વારિકા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે લોહાણા અગ્રણી રચનાબેન મોટાણીની નિમણૂંક*

દેવભૂમિ દ્વારિકા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે લોહાણા અગ્રણી રચનાબેન મોટાણીની નિમણૂંક
સતત મળતા અભિનંદન અને શુભેચ્છાઓ
ભાજપ સંગઠન માળખાની રાજ્યભરમાં બાકી રહેલ જાહેરાત થઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે રઘુવંશી લોહાણા સમાજનાં અગ્રણી રચનાબેન મોહિતભાઈ ઠક્કર/મોટાણીની નિમણૂંક થતાં સમગ્ર રાજ્યના રઘુવંશી લોહાણા સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.
રચનાબેન મોહિતભાઈ મોટાણી હાલમાં જામખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવી સમગ્ર માનવસમાજના આશીર્વાદ મેળવી રહેલ છે. ડીસાથી ભગવાનભાઈ બંધુએ જામખંભાળીયા ખાતે મોહિતભાઈ મોટાણી તેમજ રચનાબેન મોટાણી સાથે અભિનંદન આપવા વાતચીત કરતાં જાણવા મળેલ કે જામખંભાળિયા નગરપાલિકામાં આઠ જેટલા રઘુવંશી લોહાણા કોર્પોરેટર છે.
મોટાણી પરિવાર પાયાથી જ ભાજપ સાથે સંકળાયેલ વફાદાર અને રાષ્ટ્રવાદી પરિવાર છે.સમગ્ર દ્વારિકા પંથકમાં આગવી નામના ધરાવતા મોટાણી પરિવારનાં રચનાબેન મોહિતભાઈ મોટાણીની જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક થતાં સતત અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહેલ છે.
લોહાણા મહાપરિષદના દીર્ઘદ્રષ્ટિ સંપન્ન પ્રમુખ સતીષભાઈ વિઠલાણી,ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ, લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કર સહિત સૌએ રચનાબેન મોટાણીની કદર કરી ભાજપે યોગ્ય જવાબદારી આપતાં રાજીપો વ્યક્ત કરી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related posts

*ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા હરીફાઈનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચાર કરતા વધુવ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ*

editor

*હડીયાણા કન્યા શાળા ના ખૂલતાં જ વેકેશન ના પ્રથમ દિવસ થીજ વિધાર્થિનીઓ હાજર*

Hello Morbi

Leave a Comment