• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધમાકેદાર ધો.𝟏𝟎 નું રિઝલ્ટ*

નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધમાકેદાર ધો.10 નું રિઝલ્ટ
વિરપર (મોરબી) સ્થિત નવયુગ શૈક્ષણિક સંકુલમાં ધોરણ-10 નું પરિણામ આ વર્ષે શાનદાર રહ્યું છે. સંકુલના 122 વિદ્યાર્થીઓમાંથી 122 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થતા 100% પરિણામ નોંધાયું છે.
આ વર્ષે A1 ગ્રેડમાં 24 વિદ્યાર્થીઓ તથા A2 ગ્રેડમાં 38 વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. સંકુલના વિદ્યાર્થી રાંકજા ઓમ એ. એ PR 99.90 સાથે 97.17% મેળવી સમાજવિદ્યા, વિજ્ઞાન અને ગણિત ત્રણેય વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી સર્વોચ્ચ સિદ્ધિ નોંધાવી છે. સદાતીયા આરુષિ એલ. એ PR 99.50 સાથે 95.67% મેળવી વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. કાલરીયા માન સી. એ PR 98.61 સાથે 94.00% પરિણામ પ્રાપ્ત કર્યું છે. ભાંગરા દક્ષ એચ. એ PR 98.50 સાથે 93.83%, શેરશિયા માર્ગી ટી. એ PR 98.50 સાથે 93.83% તથા વસીયાણી ઋત્વિ વી. એ PR 98.38 સાથે 93.67% પરિણામ મેળવી સંસ્થાનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે.
સંકુલના દરેક વિદ્યાર્થી સફળ થતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.
સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયા ,ટ્રસ્ટી તથા સમગ્ર શિક્ષકગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Related posts

*HELLO MORBI:વેરાવળના ડોક્ટરને મરવા મજબુર કરનારા ઈસમોને બેનકાબ કરી આરોપીઑને સખત નશ્યત પહોચાડવા ટંકારામાં આવેદનપત્ર પાઠવાયુ*

editor

કોવીડ-૧૯ અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

Hello Morbi

* *માજી ધારાસભ્ય કાનાભાઇએ સિવિલ હોસ્પિટલમાં કલેકટર ને કરી ઉગ્ર રજૂઆત*

Hello Morbi

Leave a Comment