
ડીસા નગરમાં 408 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ઉમટ્યું માનવ મહેરામણ
છેલ્લા આઠ વર્ષથી ડીસા નગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના માધ્યમથી પૂજ્ય જલારામ બાપાનાં ભજન સમગ્ર સનાતન હિંદુ સમાજમાં સંપૂર્ણ ભાવથી થઈ રહેલ છે.દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં અનેક ભાવિકો આવીને નિજાનંદ કરે છે.
408 મા ગુરૂવારે ખૂબ જ ભજનાનંદી એવા રાધેશ્યામભાઈ લક્ષ્મણભાઈ મેવાડા પરિવારના નિવાસસ્થાને આખોલ ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખવામાં આવ્યાં હતાં.મેવાડા સમાજ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભજનમાં ઉમટતાં સમગ્ર માહોલ આનંદિત બન્યો હતો.યજમાન પરિવાર રાધેશ્યામભાઈ લક્ષ્મણભાઈ મેવાડા પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી વાજતેગાજતે રંગેચંગે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 88000 અઠયાસી હજાર રૂપિયા જેટલી ગૌસેવા એકત્ર થઇ હતી.આગામી ગુરૂવારના ભજન માટે મહેશભાઈ મોહનલાલ ગણાત્રાએ સૌને એમને નિવાસસ્થાને પધારવા હાર્દિક નિમંત્રણ આપ્યું હતું.
તારીખ 28-5-2026 ગુરૂવારે ભુજ નગરમાં પ્રથમ શુભારંભ ગુરૂવારે શ્રીમતી મનીષાબેન કરસનભાઈ પટેલ પરિવારના નિવાસસ્થાને,સેન્ડલવુડ સોસાયટી, મિરઝાપર રોડ, ભુજ ખાતે ભજન હોઈ તેની પણ સૌને જાણકારી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.
