• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારાના લજાઈ ગામથી ભરડીયા રોડ, કોમ્પ્લેક્ષની છત પરથી ઇંગ્લીશ દારૂના જથ્થો કબ્જે કરતી ટંકારા પોલીસ*

હોળી ધુળેટીના તહેવાર દરમ્યાન ટંકારા તાલુકાના લજાઈ ગામથી ભરડીયા રોડ, કોમ્પ્લેક્ષની છત પરથી ઇંગ્લીશ દારૂના જથ્થો કબ્જે કરતી ટંકારા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ આગામી હોળી, ધુળેટીના તહેવાર અનુસંધાને રાજકોટ રેન્જમાં ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ ઇંગ્લીશ દારૂ, હથિયાર ધારાના કેશો શોધી કાઢવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ વાંકાનેર વિભાગ નાઓ તરફથી ઇંગ્લીશ દારૂની પ્રવૃતિ આચરતા ઇસમો પર વોચ રાખી ઇંગ્લીશ દારૂના વધુને વધુ કેશો શોઢી કાઢી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ શ્રી કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનાઓની સુચના તેમજમાર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો હોળી ધુળેટીના તહેવાર નિમિતે પેટ્રોલીંગમા હતા દરમ્યાન ASI ભાવેશભાઈ વરમોરા તથા PC તેજાભાઈ ગરચર નાઓને સંયુક્ત ખાનગી બાતમીરાહે ચોકક હકિકત મળેલ કે, ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા રહે.લજાઇ ગામ તા.ટંકારા જી.મોરબી વાળાએ લજાઇથી ભરડીયા રોડ સાર્થક પોલીપ્લાસ્ટ કારખાનાની બાજુમાં આવેલ મા પાર્વતી હોટલ લખેલ તથા પાંચ દુકાન વાળા કોમ્પ્લેક્ષની છત ઉપર ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે રેઇડ કરતા અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીંશ દારૂની નાની-મોટી વ્હીસ્કી/વોડકા બોટલો નંગ-૧૯૨ કિ.રૂ.૭૮૬૬૦/- નો મુદામાલ મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
(૧) ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા રહે.લજાઇ ગામ તા.ટંકારા જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત –
૧) ગ્રીન લેબલ બેરીલ સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪ ની કિ.રૂ.૫૩.૮૪૪/-
૨) ડેનીમ ઓરેન્જ વોડકા ડ્રીમ સ્પીરીટ ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૩૬ ની કિ.રૂ.૧૦,૮૦૦/-
૩) ડેનીમ ગ્રીન એપલ વોડકા ડ્રીમ સ્પીરીટ ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૨૪ ની કિ.રૂ.૭૨૦૦/-
૪) મેકડોવેલ્સ નં-૧ ઓરીજનલ ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૮ ની કિ.રૂ.૬,૮૧૬/- નો મુદામાલ કબજે કરેલ છે > કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એમ.છાસીયા તથા PSI વાય.એસ.પરમાર ASI

ભાવેશભાઇ વરમોરા HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC તેજાભાઇ ગરચર, પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, મહિલાપો.કોન્સ. નીજુબેન કિશોરભાઈ નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:હૃદય ની અતિ ગંભીર અને જટિલ બીમારીને લીધે મરણાવસ્થામાં આવેલા દર્દી ને નવજીવન આપતા આયુષ હોસ્પિટલ માં ડૉ.સત્યજીતસિંહ જાડેજા*

editor

*જોડીયા ના બેરાજા ગામે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો*

Hello Morbi

*ખેડા જિલ્લા ના માતર તાલુકા ના ચાનોર ગામે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર ના સહયોગ થી બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment