• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

Latest-NewsOther

Alert! WhatsApp યુઝર્સ આ મેસેજથી રહેજો સાવધાન, નહીતર ખાલી થઈ જશે તમારું બેન્ક એકાઉન્ટ

WhatsApp વર્તમન સમયમાં તમારી લાઈફને જેટલુ સરળ બનાવી રહ્યુ છે તેટલુ જ ખતરનાક પણ હોઈ શકે છે. બેન્કિંગથી લઈને પેમેન્ટ સુધીના ફીચર્સમાં આવ્યા બાદ આ એપ વધારે સેંસિટિવ થઈ ગયુ છે. આ જ કારણ છે કે, હવે તમારું WhatsApp પણ હેકર્સના નિશાના પર છે. આજે અમે તમને એક ખાસ મેસેજથી સાવધાન કરવા માગીએ છીએ. તેને લઈને બેદરકારી તમારા બેન્ક ખાતાને ખાલી કરી શકે છે.

માહિતી પ્રમાણે સાયબર ક્રિમિનલ WhatsApp થકી લોકોને ફંસાવવાની કોશિશ કરી રહ્યા છે. તમારા WhatsApp પર પાર્ટ ટાઈમ જોબની ઓફર મોકલવામાં આવે છે. તેમાં ઝાંસો આપવા માટે જણાવવામાં આવે છે કે, તમે ઘર બેઠા પોતાના મોબાઈલમાંથી પાર્ટ ટાઈમ જોબ કરી પૈસા કમાઈ શકે છે. આ જોબમાં દરરોજ માત્ર 10-30 મિનિટ કામ કરી 200 રૂપિયાથી 3 હજાર રૂપિયા સુધી કમાઈ શકે છે. નવા યૂઝર્સને 50 રૂપિયાનું બોનલ પણ મળશે. મેસેજમાં નીચે એક લિંક આપવામાં આવી છે. જેના પર ક્લિક કરી જોઈન કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પર ક્લિક કરતા જ તમે જાલસાજીનો શિકાર થઈ જશો.

મેસેજ મળવા પર શું કરશો?

જો તમને WhatsApp પર અથવા કોઈ અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ પર આ પ્રકારનો મેસેજ મળે છે તો જે નંબરથી તમને મેસેજ આવે છે તેને તરત જ બ્લોક કરી દો. સાથે જ તે મેસેજને ડિલીટ કરી દો. જેથી ભૂલથી તેમાં આપવામાં આવેલ લિંક પર ક્લિક ન થઈ જાય. જલાસાજીવાળી પાર્ટ ટાઈમ જોબનો આ મેસેજ મહત્તમ +212 કોડવાળા નંબર પરથી આવી રહ્યો છે. આ મેસેજ અલગ-અલગ નંબર્સ પરથી મોકલવામાં આવી રહ્યો છે. જો ભારતના કોડ +91 વાળા નંબરથી આ પ્રકારનો મેસેજ આવે છે, તો તેને પણ ઈગ્નોર કરી દે. ક્યારેક-ક્યારેક જાલસાજ મોટી કંપનીઓના નામથી પણ આ પ્રકારના મેસેજ આવે છે. જેનાથી તમારે સાવધાન રહેવું જોઈએ. આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે, ફ્રીમાં કંઈ મળશે નહી. એવામાં જો કોઈ મેસેજ કેટલીક મિનિટમાં હજારો કમાનારનો દાવો કરી રહ્યા છે, તો તેને નજરઅંદાજ કરવો જ તમારા હિતમાં રહેશે.

કેવી હોય છે જાલસાજી?

જાલસાજીવાળા મેસેજમાં સામેલ લિંક સામાન્ય રીતે મેલવેયર (એક પ્રકારનો વાયરસ) હોય છે. લિંક પર ક્લિક કરતા જ આ મેલવેયર યૂઝર્સના ફોનમાં ઈંસ્ટોલ થઈ જાય છે. આ યૂઝર્સ તેમના ATM પિન, કાર્ડ નંબર જેવા અન્ય ફઆઈનેંશિયલ ડીટેલ્સ અથવા પર્સનલ ડિટેલ માગે છે. બાદમાં ગેરકાયદેસર રૂપથી આ ડેટાનો વપરાશ કરવામાં આવે છે.

 

Related posts

*લાયન્સ ક્લબ નજર બાગ મોરબી દ્વારા ડીસ્ટ્રીકટ ગવર્નર મુલાકાતે આવતા વિવિધ કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેરમાં ભારતીય જનતા પાર્ટીના 44 માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

editor

*શ્રી ટંકારા રઘુવંશી યુવક મંડળ દ્વારા જીતુભાઈ સોમાણી નું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment