• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સી એમ દિવ્યાંગ ચિત્રકાર બાળકીને મલી થયા આંનંદ વિભોર*

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દિવ્યાંગ ચિત્રકાર બાળકીને મળી થયા આનંદવિભોર

બાળકીએ બનાવેલ ચિત્ર મુખ્યમંત્રીને ભેટમાં આપ્યું
ગીર સોમનાથ તા.૦૩, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉના ખાતે કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ પ્રસંગે ઉનાની દિવ્યાંગ બાળકીની મુલાકાત લઇ તેણીએ બનાવેલ ચિત્રો જોઇને આનંદ વિભોર થયા હતા.
ઉના શહેરના શાસ્ત્રીનગરમાં રહેતી અને દિવ્યાંગ બાળકી દિવ્યા પરેશભાઈ ગોસાઈ કે જેમને ચિત્ર બનાવવાનો શોખ છે અને છેલ્લા પાંચ વર્ષથી ચિત્ર બનાવે છે.
દિવ્યાએ રાજ્ય સરકારની જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો છે અને હવે તારીખ ૧૨ જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે.
દિવ્યાની મુલાકાત લેવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દસ મિનિટ જેટલા સમયની રાહ જોઈ હતી. જ્યારે દિવ્યાએ પોતાના હાથે બનાવેલ મુખ્યમંત્રીશ્રીનું ચિત્ર તેમને ભેટમાં આપ્યું ત્યારે આ ચિત્ર જોઇને મુખ્યમંત્રીશ્રી પ્રભાવિત થયા હતા
૦૦૦૦૦૦

Related posts

*HELLO MORBI: મચ્છુ ૨ સિંચાઈ યોજના નું પાણી થી ગ્રામ્ય વિસ્તાર ના તળાવો ભરવા બાબતે સી એમ ને પત્ર પાઠવી રજૂઆત કરતા કે ડી બાવરવા*

editor

*HELLO MORBI:સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે*

editor

*HELLO MORBI: આમરણ ચોવીસીની ભગીરથ ફાર્મ ની વિખ્યાત ખારેકના વેપારનો આજથી શુભારંભ*

editor

Leave a Comment