• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોરોના વેક્સિન નું ગુજરાતમાં આગમન*

કોરોના વેક્સિનનું ગુજરાતમાં આગમન
▪કોરોના કાળમાં આજનો દિવસ સમગ્ર રાજ્ય માટે ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
¤ નાયબ મુખ્યમંત્રી શ્રી¤
▪કોરોના વેક્સિનનો ૨ લાખ ૭૬ હજાર જથ્થો રાજ્યના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવશે
▪આવતીકાલે મોટરમાર્ગે સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં કોલ્ડ ચેન દ્વારા કોરોનાનો જથ્થો પહોંચાડવામાં આવશે
***
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કોરોના મહાનારીનો આપણે મક્કમતાથી સામનો કર્યો છે, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય જેની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું તે ઐતિહાસિક દિવસ આજે આવી ગયો છે. પૂણેથી હવાઈમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવેલા કોરોના વેક્સિનના જથ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સહર્ષ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા વેક્સિનના જથ્થાને ગુજરાતના વિવિધ સ્થળોએ પહોંચાડવા લીલીઝંડી આપીને રવાના કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર કોવિડ શિલ્ડ વેક્સિનનો કુલ ૨,૭૬,૦૦૦ જથ્થો અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે અમદાવાદ એરપોર્ટ પર આવેલા પ્રથમ તબક્કાના કોરોના વેક્સિન નો જથ્થાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ વેક્સિનનો જથ્થો કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. એક બોક્સમાં ૧૨,૦૦૦ના જથ્થા સાથે વેક્સિનના કુલ ૨૩ બોક્ષ અત્રે આવી પહોંચ્યા છે.

જેમાંથી આજે ગાંધીનગર ઝોનમાં બનાવેલ સ્ટેટ વેક્સિન સ્ટોરમાં ૮ બોક્સ એટલે કે ૯૬ હજાર વેક્સિન ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે રિજિયોનલ વેક્સિન સ્ટોરમાં ૧૦ બોક્સ એટલે કે કુલ ૧ લાખ ૨૦ હજાર વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર ઝોનમાં ૫ બોક્સ એટલે કે ૬૦ હજારનો જથ્થો પહોંચાડવામાં આવશે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ સુરક્ષા સાથે સમગ્ર વેક્સિનનો જથ્થો જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે આવતીકાલે ૧૩ મી જાન્યુઆરીના રોજ પુનાથી મોટરમાર્ગે કોલ્ડ ચેન દ્વારા સુરતમાં ૯૩,૫૦૦ વેક્સિંનનો જથ્થો, વડોદરામાં ૯૪,૫૦૦ વેક્સિન નો જથ્થો અને રાજકોટ ખાતે ૭૭ હજાર કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો નાગરિકો માટે પહોંચાડવામાં આવશે‌. પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય કર્મીઓ અને નાગરિકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં ૨૦ હજાર વેક્સિન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના ૪ લાખ ૩૩ હજાર સરકારી અને ખાનગી આરોગ્ય સાથે સંકળાયેલા તબીબો, નર્સિંગ સ્ટાફ,પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓમાં રસીકરણ પ્રાથમિક તબક્કે રસીકરણ કરવામા આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી નીતિન પટેલે વધુ વિગતો આપતા કહ્યું કે ૧૬મી તારીખે સમગ્ર રાજ્યમાં રસીકરણની પ્રક્રિયાના પ્રાથમિક તબક્કા નો પ્રારંભ થનાર છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના ૨૮૭ રસીકરણ કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓ,તબીબો,નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર રસીકરણ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તબીબો સાથે વાતચીત કરીને રસીકરણની અસરકારક અમલવારી માટે પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર કોરોના કાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગનો સતત માર્ગદર્શન અને તેમની દેખરેખ અને દિશા નિર્દેશો નું અમલીકરણ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ને કાબુમાં રાખવા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

અમદાવાદ એરપોર્ટ પર રસીકરણના જથ્થાના સ્વીકાર પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો જયંતિ રવિ, કોરોના રસીકરણ પ્રક્રિયાના રાજ્યના નોડલ અધિકારી શ્રી મુકેશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
********

Related posts

*જામનગર જિલ્લા પ્રમુખ ના પુત્ર દ્વારા હડીયાણા ગામે દશેરા ના દિવસે શસ્ત્ર પૂજન કરાયું*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર દ્વારા સ્ટીમ મશીન (નાશ મશીન) નુ સર્વજ્ઞાતિય વિતરણ અવિરતપણે ચાલુ*

Hello Morbi

*શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો*

Hello Morbi

Leave a Comment