• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*૧૬મીએ વેક્સીન આપવા માટે મોરબીનું આરોગ્ય તંત્ર સજ્જ*

સમગ્ર દેશમાં આગામી ૧૬મી જાન્યુઆરીથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને વેક્સીન આપવાની છે તે સંદર્ભે ગુજરાતમાં સંપૂર્ણ આયોજન કરી દેવાયુ છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વેક્સીનેશન અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરાએ મંગળવારે એ.ઇ.એફ.આઇ. ખાસ આયોજિત બેઠકમાં જણાવ્યું હતું.

 

જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને મળેલ એ.ઇ.એફ.આઇ.ની બેઠકમાં આગામી ૧૬મી તારીખે કોરોનાની રસીકરણની કામગીરી અંગે આખરી ઓપ અપાયો હતો. શ્રી કતીરાએ બેઠકમાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ આરોગ્ય વિભાગના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવશે. મોરબીમાં ૩ સ્થાનો પર કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરવામાં આવશે જેમાં મોરબી સિવિલ હોસ્પિટલ, વાકાંનેર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ હળવદ તાલુકાના સાપકડા ખાતે એક સેન્ટર દીઠ ૧૦૦ વ્યક્તિઓને રસી આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

 

વેકસીન અંગે વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વેકસીનની કોઇ આડઅસર થતી નથી.

 

આ બેઠકમાં WHOના પ્રતિનીધિશ્રી ડૉ. અમોલ ભોંસલે દ્વારા વેક્સીનેશના વિતરણ અંગે જરૂરી માર્ગદર્શન આપી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા પર ભાર મુક્યો હતો. ઉપરાંત AEFI કીટનું નિરીક્ષણ અને સર્ટીફાઇ કરી ત્યાર બાદ જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. વેક્સીનેશન પહેલા અને પછી વેક્સીન સેન્ટરને સેનેટાઇઝ કરવા અંગે પણ ખાસ સુચનાઓ આપવામાં આવી હતી.

 

કોરોના રસીકરણ અંગે મોરબી આઇ.એમ.એ. શાખાના પ્રેસિડેન્ટ ડૉ. વિજય ગઢિયા દ્વારા સંપૂર્ણ સહકાર આપવાની લેખિતમાં બાહેધરી આપવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.

 

આ મીટિંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરા, WHOના પ્રતિનીધિશ્રી ડૉ. અમોલ ભોંસલે ઉપરાંત સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. કે.આર. સરડવા, સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, ડૉ. ડી.વી. બાવરવા, ડૉ. હિતેષ કંઝારિયા, આઇ.એમ.એ. શાખાના પ્રેસિડેન્ટ ડૉ. વિજય ગઢિયા, ડૉ. મનીષ સનારીયા, ડૉ. જે.બી. બોરસાણીયા, ફુડ્સ એન્ડ ડ્રગસ વિભાગમાંથી બી. જી. હડિયા, ડૉ. આશીષ સરસાવડિયા, ડૉ. એ.એમ. શેરસીયા, ડૉ. આર.એન. કોટડીયા, ડૉ. ડી.જી. બાવરવા, ડૉ. હિરેન કારોલીયા, ડૉ. બી.બી. બુદ્ધભટ્ટી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI: મોરબી તાલુકાના ખાનપર ગામે જુના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા*

editor

*જોડીયા કોર્ટ ખાતે 75 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામા આવેલ*

Hello Morbi

મોરબી માહિતી કચેરી દ્વારા આજે કોરોના કાળમાં મીડિયા ની ભૂમિકા પર વેબી નાર યોજાશે

Hello Morbi

Leave a Comment