• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કલાર્કમાંથી કલાસ વન અધિકારી બની ડીસાનું ગૌરવ વધારતા પ્રવિણભાઈ એન.ઠકકર*

*કલાર્કમાંથી કલાસ વન અધિકારી બની ડીસાનું ગૌરવ વધારતા પ્રવિણભાઈ એન.ઠકકર*

માણસમાં ઉત્સાહ,ખંત,ધગશ હોય તો ખૂબ જ સારી પ્રગતિ કરી શકે છે તેનું ઉદાહરણ છે શિહોરી/ડીસાના પ્રવિણભાઈ નટવરલાલ ઠકકર.તારીખ 25-7-1963 ના રોજ રઘુવંશીઓની રાજધાની એવા હારિજ ખાતે જન્મેલા પ્રવિણભાઈએ પ્રાથમિક/માધ્યમિક શિક્ષણ શિહોરી,થરા,અમદાવાદ ખાતે પૂર્ણ કરી ડીસા ડી.એન.પી કોલેજ ખાતેથી બી.એ.કર્યુ હતું.

તારીખ 6-11-1982માં તેઓ ગુજરાતના સેલટેક્ષ વિભાગમાં કલાર્ક તરીકે જોડાયા હતા અને 23 વર્ષ ડીસા ખાતે ફરજ બજાવી બાદ કલોલ,અમદાવાદ ખાતે સર્વિસ કરી હતી.તારીખ 3-11-2014 ના રોજ વર્ગ-2 નું પ્રમોશન મળતાં સેલટેક્ષ ઓફિસર તરીકે મહેસાણા અને અમદાવાદ ખાતે સેવા આપી હતી.તાજેતરમાં જ તારીખ 30-1-2021ના રોજ સહાયક રાજ્ય વેરા કમિશનર(જી.એસ.ટી.) કલાસ વન અધિકારી તરીકે તેમને પ્રમોશન મળતાં તેમનું વર્તમાન ઓફિસમાં જ અમદાવાદ ખાતે પોસ્ટીંગ થયેલ છે.

આગામી તારીખ 31-7-2021ના રોજ તેઓ વયનિવૃત થનાર છે.કલાર્કમાંથી કલાસ વન અધિકારી બની તેમણે ડીસા નગર,બનાસકાંઠા જિલ્લો અને સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.બનાસકાંઠા જિલ્લાના નિવૃત ફોરેસ્ટ ઓફિસર ભગવાનભાઈ ઠકકર(બંધુ) એ પ્રવિણભાઈને ટેલિફોનીકલી અભિનંદન આપી શુભકામના પાઠવી હતી.શૂન્યમાંથી સર્જન કરનાર પ્રવિણભાઈ અનેક નવયુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે..

Related posts

*HELLO MORBI:મોરબી: જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા રવિવારે અન્ડર-19 ખેલાડીઓનું સિલેક્શન થશે*

editor

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

*HELLO MORBI: ચોરીના ગુન્હાને અંજામ આપનાર આંતર રાજ્ય “નાયડુ ગેંગને” ગણતરીની કલાકોમાં પકડી પાડતી મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ*

editor

Leave a Comment