• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોરોનાને કારણે રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીનો મેળો રદ્દ*

કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાની જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત

મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે અને કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાની જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

 

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા પાંચ વર્ષથી જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે.જેમાં મોરબી ઉપરાંત સૌરાષ્ટ્ર ભરના લોકો આ મહાશિવરાત્રીના મેળામાં ઉમટી પડીને ભગવાન ભોળાનાથ દર્શન કરી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરીને મેળાની મોજ માણે છે.પણ આ વખતે કોરોના મહામારીને કારણે ગંભીર સ્થિતિ હોવાથી આ ગંભીરતાને ધ્યાને લઈને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રીનો મેળો રદ કરવાની જાહેરાત કરી છે અને આ અંગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને એસપીને લેખિતમાં જાણ કરવામાં આવી છે.તેમજ મહાશિવરાત્રીનો મેળો રદ થવા બાબતે જાહેર જનતાને નોંધ લેવાનું પણ જણાવ્યું છે.

Related posts

*HELLO MORBI:ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત MORBI CPE CHAPTER OF WIRC OF ICAI સાથે નવયુગ કોમર્સ કોલેજ સાથે MOU*

editor

*સસ્તા અનાજ નો માલ ભરીને નીકળેલ ટ્રક પલ્ટી ખાઈ જતાં ભારે નુક્સાન થયુ*

Hello Morbi

*ડીસા ખાતે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા જિલ્લાની બેઠક મળી*

Hello Morbi

Leave a Comment