• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠક ઉપર ભાજપના ખરા લોક સેવક અને યુવા ઉમેદવાર અજયભાઈ લોરીયાનો ઝંઝાવાતી પ્રચાર ના શ્રી ગણેશ*

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા ભાજપના યુવા અને સેવાભાવી અજય લોરીયા દ્વારા સાદુળકાથી ઝંઝાવાતી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. પ્રચાર દરમિયાન ગામે -ગામથી સ્વયંભૂ જનસમર્થન સાંપડી રહેલ છે, સોમવારે સાંજે જેતપર ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા અને પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઇ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને માર્કેટીંગ યાર્ડના પ્રમુખ મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યાલયનો પણ શુભારંભ કરવામાં આવશે.

 

મોરબી જિલ્લામાં સેવાનો પર્યાય ગણાતા અગ્રણી યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની-8 જેતપર બેઠક ઉપરથી ચૂંટણીજંગમાં મેદાને ઉતારવામાં આવતા પક્ષના આદેશ મુજબ ભાજપના ઉમેદવાર અજયભાઈ લોરીયા દ્વારા તેમના મતવિસ્તાર હેઠળ આવતા ગામોના પ્રવાસનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સાદુળકાથી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા આ તકે તાલુકા પંચાયતના સાદુળકા બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબેન હર્ષદભાઈ પાચોટીયા અને જિલ્લા પંચાયતના ઉમેદવાર અજય લોરીયાનું ગામ લોકોએ ઉમળકાભેર સ્વાગત કરી વિજય વિશ્વાસ અપાવ્યો હતો.

 

દરમિયાન સોમવાર તા.22ના રોજ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા અને પૂર્વ સાંસદ હરિભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે લક્ષ્મીનગર ગામેથી સવારે ઝંઝાવાતી પ્રચારયાત્રા શરૂ કરાશે બાદમાં આ યાત્રા ભરતનગર,નવા સાદુળકા, જુના સાદુળકા, ભક્તિનગર,રવાપર નદી, શક્તિનગર, કેરાળા અને હરિપર જશે અને સાંજે પ્રચારયાત્રા વિરામ લેશે. બાદમાં સાંજના સવા પાંચ વાગ્યે જેતપર મુકામે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા અને પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઇ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને માર્કેટીંગ યાર્ડના પ્રમુખ મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનોનીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાશે.

 

દરમિયાન પ્રચારયાત્રાના બીજા દિવસે એટલે કે તા.23ને મંગલવારના રોજ ગાળા, જસમતગઢ, શાપર, રાપર, અણિયારી, ચકમપર, જીવાપર, અને કેશવનગરમાં ભાજપના ઉમેદવાર અજયભાઈ લોરીયાની ઝંઝાવાતી પ્રચારયાત્રા જનસંપર્ક કરશે.

Related posts

*HELLO MORBI:મારી માટી મારો દેશ’- ઈસ ધરતી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી ટંકારા તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:શ્રી લોહાણા મહાપરિષદની પ્રેરણાથી થરા જલારામ મંદિરના પ્રાગણમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ*

editor

*HELLO MORBI: મગફળીના પાકમાં મુંડા જીવાતના સંકલિત વ્યવસ્થાપન અંગે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર*

editor

Leave a Comment