• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*30મીએ મોરબી પાલિકાનું 750 કરોડનું ઐતિહાસિક તોતિંગ બજેટ રજૂ થશે* *વિકાસ કામોની ભરમાર : મોરબીની ઓળખ સમો* **ઝૂલતો પુલ ફરી ઝૂલશે* *રિવરફ્રન્ટનું સ્વપ્ન ફરી દેખાડાયુંનટરાજ ફાટક અને કુબેરનગર પાસે બે* *ઓવરબ્રીઝ*

મોરબી : મોરબી શહેરના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીને બાવને-બાવન બેઠકો ઉપર ઐતિહાસિક જીત અપાવતા નગરપાલિકાના શાસકો પણ રિટર્નગીફ્ટ આપવા ઉત્સુક બન્યા છે અને આગામી તા.30 માર્ચે મળી રહેલ બજેટ બેઠકમાં મોરબીને એક,બે નહીં પરંતુ અનેક મોટી ભેટ મળશે, મોરબી પાલિકાનું આ બજેટ અધધ કહી શક્ય તેવું 750 કરોડનું હોવાનું જણાવી પ્રમુખ કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ મોરબીના પ્રજાજનોને રિવરફ્રન્ટ, ઓવરબ્રીઝ,ફુટ ઓવરબ્રીઝ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની નવી સુવિધા આપવામાં આવશે તેમ જણાવ્યું છે ત્યારે નવા શાસકો આ સ્વપ્નને સાકાર કરશે કે અગાઉની જેમ યોજનાઓ દિવાસ્વપ્ન સાબિત થશે એ તો આવનાર સમય જ બતાવશે.

નગરપાલિકાના નવા સુકાની એવા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા અને કારોબારી સમિતિના સુરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી તા.30 માર્ચના રોજ નગરપાલિકાનું સામાન્ય બજેટ છે રૂપિયા એક કરોડની પુરાંતવાળા આ બજેટમાં વિવિધ વિકાસ યોજનાઓનો સમાવેશ કરી કુલ રૂપિયા 750 કરોડનું ફુલગુલાબી પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવશે, પાલિકાના બજેટમાં મોરબીની ટ્રાફિક સમસ્યાને કેન્દ્રમાં રાખી જુદા-જુદા માર્ગો ઉપર ટ્રાફિક સિગ્નલ શરૂ કરવાથી લઈ ગીચ રસ્તાઓ ઉપર ફુટ ઓવર બ્રીઝની સાથે નટરાજ ફાટક અને કુબેરનગર પાસે આવેલ નવલખી ફાટકે બે ઓવરબ્રીઝ નિર્માણ કરવાની જોગવાઇનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું તેમને ઉમેર્યું હતું.

મોરબી નગરપાલિકાના આગામી બજેટમાં પ્રજાલક્ષીકાર્યો અને પ્રાચીન ધરોહર એવી હેરિટેજ સાઇટો માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી હોવાનું ઉમેરતા ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે મોરબીની ઓળખ સમી મચ્છુ નદી કાંઠે રિવરફ્રન્ટ માટે લાંબા સમયથી આયોજન થઈ રહ્યા છે પરંતુ આ બજેટમાં આ સ્વપ્નને સાકાર કરવાની સાથે ઝૂલતા પુલની મરામત માટે પણ એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ હેરિટેજ સાઈટને જોડતી ટુરિઝમ સર્કિટ વિકસાવવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબીમાં રમત-ગમત માટે મેદાનની કંઈ છે ત્યારે પાલિકા દ્વારા આગામી બજેટમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સને પ્રાયોરિટી આપવામાં આવી છે ઉપરાંત લોકોમાં સાયકલનો વપરાશ વધે તે માટે શહેરમાં જુદાજુદા વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવવા પણ નક્કી કરવામાં આવ્યું છે.આ સાથે જ યુવક યુવતીઓને રોજગાર તાલીમ કેન્દ્ર, મલ્ટીલેવલ પાર્કિંગ સુવિધા, લારી-ગલ્લા અને ફેરિયા માટે વોકર્સઝોન અને શહેરમાં આંતરિક પરિવહન માળખાને મજબૂત બનાવવા 40 ઇલેક્ટ્રિક બસ ખરીદવા માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

 

જો કે, સંપૂર્ણ બહુમત સાથે મોરબી પાલિકામાં હવે ભાજપનું એકચક્રી શાસન હોય ખરાઅર્થમાં જો શાસકો ઉપરોકત યોજનાઓ સાકાર કરે તો મોરબી શહેર સાચા અર્થમાં શહેર બનશે, આ સંજોગોમાં બજેટમાં કરાયેલી જોગવાઈઓ કેટલી સાકાર થાય છે એ આવનાર સમયમાં ખબર પડશે.

Related posts

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું કર્ફ્યૂ અંગે જાહેરનામું, જાણો કોને મળી છૂટછાટ

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા બેભાન અવસ્થા થયગયેલ આઠ વર્ષના બાળક અડતાલીસ કલાકમા તંદુરસ્ત કરી રજા આપી*

editor

*૧૬મીએ વેક્સીન આપવા માટે મોરબીનું આરોગ્ય તંત્ર સજ્જ*

Hello Morbi

Leave a Comment