• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા બ્લોક હેલ્થ કચેરી ખાતે ફરજ બજાવતા ડોક અલ્તાફ ભાઈ મલેક ની માનવતા નું ઉદાહરણ*

જોડિયા બ્લોક હેલ્થ કચેરીમાં ફરજ બજાવતા ડો. શ્રી અલતાફભાઈ મલેક કે જેઓ મુસ્લિમ સમાજ ના છે. અને તેમને હાલમાં પવિત્ર રમજાન મહિનો ચાલુ છે ત્યારે કુદરતી રીતે આજ રોજ જોડિયા તાલુકાના કેશિયાન ગામના કોરોના દર્દી નું નામ વેલજીભાઈ ગાંડુભાઈ ગોધાણી ઉં.62.અને છેલ્લા પાંચ દિવસ G. G. હોસ્પિટલમાં દાખલ હતા. અને આજ રોજ તેમનું અવસાન થયું હતું.. હિન્દુ સમાજ ના ઉંમર લાયક વ્યક્તિ નું કોરોના થી મૃત્યુ થયું હતું. પરિવાર ઉપર આફત આવી પડી હતી.ત્યારે હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પણ પરિવાર જનો કોરોના ના ભઈ ના ઓથાળ હેઠળ હોય. તે સમયે પરિવારના કોઇ પણ સભ્યોએ અગ્નિસંસ્કાર માટે હિંમત કરી નહીં. ત્યારે એક પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ સમાજ પણ દફન વિધિ કરવાનો લાભ મળે તે પણ એક ઉત્તમ ગણાય છે. ત્યારે મુસ્લિમ સમાજ ના જોડિયા તાલુકાના હેલ્થ ઓફીસર ડો. શ્રી અલતાફભાઈ મલેક ના વરદ હસ્તે હિન્દુ ધર્મના રીતે રિવાજ મુજબ પ્રથમ વખત અગ્નિસંસ્કાર કરવા નો લાભ મળ્યો છે.આવા જાંબાઝ અધિકારી દ્વારા પવિત્ર રમજાન માસમાં એવું ઉમદા કાર્ય કરવા નો લાભ મળ્યો તે પણ એક ખુશનસીબ કહેવાય છે…

શરદ એમ.રાવલ..હડિયાણા

Related posts

*અવસાન નોંધ: બેસણું ટંકારા*

Hello Morbi

ડીસા જલારામ મંદિર ખાતે જલારામ જન્મ જયંતી સાદગી પૂર્વક ઉજવવામાં આવશે

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આયુષ્માન ભવઃ અભિયાનનો પ્રારંભ*

editor

Leave a Comment