• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર: વાવાઝોડા માં આવેલ વરસાદ થી આરોગ્ય તંત્ર દ્વારા ક્લોરીનેશન અને એન્ટી લાર્વલ કામગીરી શરૂ*  

 

વાંકાનેર વાવાઝોડા સાથે પડેલ વરસાદ અને ચોમાસાનો પૂર્વ તૈયારીના ભાગરૂપે વાંકાનેર તાલુકામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ ન ફેલાય એ માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એમ.એ.શેરસિયાની સૂચનાથી વાંકાનેર તાલુકાના તમામ પીએચસીના કર્મચારી દ્વારા પીવાના પાણી નું ક્લોરિનેશન અને એન્ટી લાર્વલ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે તસ્વીરમાં નજરે પડે છે

 

 

આજથી તમામ ગામોમાં પીવાના પાણીનું નિયમિત પણે ક્લોરીનેશન કરવાની સુચના આપવામાં આવેલ છે. મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે એન્ટી લાર્વલ ( ઘરમાં ભરેલા પીવાના પાણીના સાધનો)માં અઠવાડીક એબેટ કામગીરી આરોગ્ય કર્મચારી અને આશા બહેનો દ્વારા કરવામાં આવી રહી છે.

 

રહેણાંકના વિસ્તારની આસપાસમા મચ્છર ઉત્પાદિત સ્થળોનો નાશ કરવા માટે એ જગ્યા પર બળેલા ઓઇલ કે બી.ટી.આઈ.સ્પ્રે કરવા તેમજ નકામા પાત્રો ટાયર વિગેરેનો નિકાલ કરવાની કામગીરી પણ આજથી શરૂ કરવામાં આવેલ છે. લોકોને આ કામગીરીમાં સહયોગ કરવા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.                       *અહેવાલ અને તસવીર આરીફ દિવાન*

Related posts

*ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં આજ રોજ ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

**હળવદમાં કિડની દાનમાં આપતી માં જનનીજોડ જોડ સખી નહિ મળેરે લોલ ની પંક્તિ સાબિત કરતી માં*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે*

Hello Morbi

Leave a Comment