• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*યુવાપેઢીને તમાકુના વ્યસનથી બચાવવા, તમાકુ નિયંત્રણના નિયમોનો કડક પણે અમલીકરણ કરાવવા અને તમાકુ વિક્રેતાઓનું* *લાયસન્સીંગ ફરજીયાત કરવા “આંતરરાષ્ટ્રીય પિતા દિવસ” નિમીતે વાલીઓની સ૨કા૨શ્રીને વિનતી*

આખા ભારતમાં કુલ ૮૮૫ તમાકુ વિક્રેતાઓ મળી આવ્યા જે શૈક્ષણિક સંસ્થાઓના ૧૦૦ યાર્ડની ત્રિજીયાની અંદર તમાકુ અને તેના ઉત્પાદનનો વેંચાણ કરતા હતા. જે કોટપા નિયમનો ભંગ છે.

 

૨૦,જુન-૨૦૨૧ ના રોજ “આંતરરાષ્ટ્રીય પિતા દિવસ” નિમીતે રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, દિલ્હી સ્થિત કન્ઝયુમર વોઈસ અને અનેક વાલીશ્રીઓ સાથે મળી સ૨કા૨શ્રીને વિનંતી કરે છે કે, ગુજરાત રાજયમા તમાકુ નિયંત્રણના કાયદાઓ અને તમાકુ વિક્રેતાઓના લાયસન્સીંગ પ્રથાનું કડક અમલીકરણ કરવું.

 

પિતાની બાળકના આરોગ્ય પ્રત્યે ચિંતાને ધ્યાનમા રાખતા અને તમાકુના સેવનથી બાળકોના આરોગ્યને થતા નુકશાનને પ્રત્યે અમે જાગૃત્તા ફેલાવવા માંગીએ છીએ. અને તમામ મ્યુનિસીપલ ઓફીસ,આરોગ્ય આધિકારી,સમાજ સેવાક, વાલી મંડળ અને મીડીયાને વિનંતી કરીએ વિક્રેતાનું લાયસન્સીંગ ફરજીયાત કરવું – તમાકુ નિયંત્રણનો સૌથી અસરકારક ઉપાય છે.

 

શ્રી કાર્તિકભાઈ બાવીસી,સીનીયર એકઝીકયુટીવ,બી.એસ.ઈ. લીમીટેડના જણાવ્યા મુજબ વાલી તરીકે અમને અમારા બાળકોની સતત ચિંતા થતી હોય છે. ઘણી બધી શિક્ષણ સંસ્થાની આસપાસ તમાકુ અને તેના ઉત્પાદનોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. બાળકોને આકર્ષીત કરવા તમાકુ વિક્રેતાઓ કેન્ડી અને વેફર્સ તદ-ઉ૫રાંત સ્ટેશનરી જેવી લલચામણી વસ્તુઓનું પણ વેંચાણ કરે છે. અમે નથી ઈચ્છતા કે અમારા બાળકો તમાકુ જેવી વસ્તુના વ્યસની બને. આમ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે, તમાકુ વિક્રેતાનું લાયસન્સીંગ અને તમાકુ નિયંત્રણના કાયદાઓનું તાત્કાલીક ધોરણે કડક અમલીકરણ કરવામા આવે.

 

શ્રીમતિ રમાબેન માવાણી (માજી સંસદ સદસ્યા અને પ્રમુખશ્રી,રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ) ના જણાવ્ય મુજબ તમાકુના ઉપયોગ દેશના આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે ખુબજ મોટા બોજ સમાન છે. તમાકુ સેવન અને લોકો અને અનેક પરિવારોને નષ્ટ કરે છે અને દવાઓના ખર્ચ મોટો બોજ સમાન છે. તમાકુનું સેવન ધુમપાન અથવા ચાવવાથી કોવિડ થવા અને તેનાથી મૃત્યુ પામવાની શકયતા ખૂબજ વધી જાય છે. બાળકોને તમાકુથી બચાવવા તમાકુ વિક્રેતાઓનું લાયસન્સીંગ ફરજીયાત કરવું એ અનિવાર્ય છે.

 

શ્રી અસીમ સાન્યાલ (ચીફ ઓપરેટીંગ ઓફીસરશ્રી,કન્ઝયુમર વોઈસ,ન્યુ દિલ્હી) ના જણાવ્યા મુજબ અમારા ટીની ટાર્ગેટ સર્વે મુજબ અમને કુલ ૮૮૫ વિક્રેતાઓ મળી આવ્યા જે શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ યાર્ડની ત્રિજીયાની અંદર તમાકુ અને તેના ઉત્પાદનોનું વેંચાણ કરી કોટપા નિયમનું ભંગ કરતા હતા. આ તમાકુ વિક્રેતાઓ સીગારેટ અને બીડીનું છુટુ વેંચાણ કરતા હતા આમ આ વસ્તુઓ બાળકો માટે સસ્તી અને આકર્ષીત બને. તમાકુના ઉત્પાદનોનું શૈક્ષણિક સંસ્થા બાહર વેંચાણ યુવાપેઢીને વ્યસની બનાવી શકે છે. વિક્રેતાઓનું લાયસન્સીંગ તમાકુ નિયંત્રણ માટેનો સચોટ ઉપાય છે.

 

૧.

 

ભારતમા વિશ્વના બીજા સૌથી વધારે તમાકુ સેવન કરતા લોકો છે. (૨૬.૮ કરોડ લોકો) અમાથી દર વર્ષે સરેરાશ ૧૩ લાખ લોકોના મૃત્યુ તમાકુથી સંકડાયેલા રોગને કારણે થાય છે. ભારતમા થના૨ા ૨૭% કેન્સરના કેસ તમાકુ સેવનને કારણે છે.

 

૨. કોટપા એકટ-૨૦૦૩ ના સેકશન-ડ઼ પ્રમાણે તમાકુ કે તેના ઉત્પાદનોનું વેંચાણ બાળ કો અને શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ યાર્ડની ત્રિજીયાની અંદર કરવું તે ગેરકાયદેસર છે.

 

૩. વિક્રેતાઓના લાયસન્સીંગ ફરજીયાત કરવાથી નાની દુકાનો, રેકડીઓ અને સાયકલ ઉપર તમાકુ અથવા તેના ઉત્પાદનોનું વેંચાણ નહીં થઈ શકે. વિક્રેતાઓએ ફરજીયાત પણે મ્યુનીસીપાલીટી સાથે રજીસ્ટ્રેશન કરાવું પડશે અને કોટપાના નિયમોનું ફરજીયાત પણે અમલીકરણ કરવું પડશે. મ્યુનીસીપાલીટીએ તમાકુ વિક્રેતાનું ગેરકાયદેસર રીતે વેંચાણ અને ખોટી જાહેરાતો ઉ૫૨ કડક ચકાસણી કરવી અને ખાતરી કરવી કે કોટપાના કાયદાઓનું ભંગ નથી થતો.

 

૪.

 

ભારત સરકારના આરોગ્ય મંત્રાલય અને પરિવાર મંત્રલયના ૨૧,સપ્ટેમ્બર-૨૦૧૭ અને હાઉસીંગ અને ગરીબી નિવારણ મંત્રલાયના ૨૮,સપ્ટેમ્બર-૨૦૧૮ ના પરિપત્ર મુજબ તમામ પ્રિન્સીપલ સેક્રેટરી, તમામ રાજયો યુનીયન ટેરીટરી અને શહેર સ્થાનીક સંસ્થાઓને તમાકુ વિક્રેતાઓનું લાયસન્સીંગ ફરજીયત કરવું અને તમાકુ નિયંત્રણ કાયદાઓનું કડક અમલીકરણ કરવાનું જણાવ્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો ગાંધીનગર ખાતે મિનિસ્ટરોની મુલાકાતે પહોંચ્યા*

editor

*મોરબી ખાતે ચાલતી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના વક્તવ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ના પાચમાં દિવસની કથાનો સાર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:અવસાન નોંધ બેસણું સાદડી*

editor

Leave a Comment