
વિશ્ર્વ લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી,વરિષ્ઠ ઉપપ્રમુખ ધર્મેશભાઈ હરિયાણી,ઉતર ગુજરાત ઝોન પ્રમુખ ભગવાનભાઈ બંધુ,યુવા સમિતિ રાષ્ટ્રીય પ્રમુખ ચિંતનભાઈ વસાણી સહિત સૌ પદાધિકારીઓના માર્ગદર્શનથી ઉતર ગુજરાત યુવા સમિતિના પ્રમુખ જનકભાઈ ઠકકરે ખેડબ્રહ્મા તેમજ અંબાજી ખાતે જગત જનની મા અંબાનાં દર્શન કરી ડીસા જલારામ મંદિરે પધારી પૂજ્ય જલાબાપાના આશીર્વાદ લીધા હતા.ડીસા ખાતે તેમની સમગ્ર ટીમનું ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ સહિત સૌએ ભાવભીનું સ્વાગત કર્યુ હતું.
ડીસા ખાતે તેમણે યુવાનોની મીટીંગ કરી યુવાશકિતનો સમાજ માટે સદઉપયોગ થાય તે દિશામાં ચર્ચા વિચારણા કરી હતી.આ શુભ અવસરે બનાસકાંઠા રીજીયનના ચેરમેન યશ મજેઠીયાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.પાટણ રીજીયનના ચેરમેન અમિતભાઈ ઠકકર અને ગાંધીનગર રીજીયનના ચેરમેન ધવલ ઠકકરે પણ પોતાના વિચારો વ્યકત કર્યા હતા.યુવા સમિતિના તમામ હોદેદારોનું કંકુ તિલક, જલારામ દર્શન ગ્રંથ,સાલ,ફૂલછડીથી સન્માન કરાયું હતું.
આ અવસરે ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ, મંત્રી લીલાધરભાઈ આચાર્ય,જલારામ મંદિરના પ્રમુખ કનુભાઈ આચાર્ય,વરિષ્ઠ અગ્રણીઓ દયારામભાઈ આર.ઠકકર,તારાચંદભાઈ ડી.મજેઠીયા,ડાયાભાઈ એચ.ઠકકર,દિનેશભાઈ વી.ઠકકર,પર્યાવરણ સમિતિ બનાસકાંઠા રીજીયન ચેરમેન મહેશભાઈ ઉડેચા,મહિલા સમિતિ બનાસકાંઠા રીજીયન ચેરમેન દીનાબેન આચાર્ય,સિનિયર પત્રકાર આનંદભાઈ ઠકકર સહિત સૌએ યુવાનોને અઢળક આશીર્વાદ આપી સમાજહિતમાં સમર્પિત ભાવથી કામ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
યુવાનોની સફળ મીટીંગ પૂર્ણ થયા બાદ પર્યાવરણ સમિતિ દ્રારા આયોજીત વૃક્ષારોપાણ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જલારામ મંદિર ખાતે બે વર્ષ અગાઉ વાવેલ વૃક્ષોની સુચારૂ સુરક્ષા અને માવજત કરવા બદલ અતિ સમર્પિત કાર્યકરો આર.ડી.ઠકકર અને તુષારભાઈ હાલાણીને પણ યાદ કરી અભિનંદન આપવામાં આવ્યા હતા.યુવા સમિતિ પ્રમુખ જનક ઠકકર તેમજ એમની ટીમની બનાસકાંઠાની પ્રથમ મુલાકાત સફળ અને ફળદાયી રહેતાં આગામી દિવસોમાં યુવાનોની એક ચિંતન શિબિરનું પણ આયોજન થનાર છે.
