• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*72માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી મોરબી ખાતે કરાશે આવતીકાલે રાજયકક્ષાના મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે ખોખરા હનુમાનજી ધામ ખાતે વૃક્ષારોપણ કરાશે*

મોરબી : આવતીકાલે તા.૧૪ના રોજ શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખોખરા હનુમાનજી ધામ, બેલા-રંગપર, મોરબી ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

 

મોરબીને હરિયાળું બનાવવા ખોખરા હનુમાનજી ધામ, બેલા-રંગપર ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવામાં આવશે. સવારે ૯:૧૫ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં સાંસદ સભ્યોઓ, ધારાસભ્યઓ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે શ્રીવાસ્તવ, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Related posts

*HELLO MORBI:નવયુગ સંકૂલ વીરપરના વિદ્યાર્થીઓ SGFI શાળાકીય રમતોત્સવમાં રાજ્યકક્ષાએ રમવા જશે*

editor

*HELLO MORBI:અમદાવાદમાં જરૂરત મંદ 150 વ્યક્તિઓને અનાજ કીટ વિતરણ સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાઈ*

editor

*રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે*

Hello Morbi

Leave a Comment