• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા માં કેનાલો અને ધોરીયા ના અધૂરા કામ તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત*

પ્રતિ, તા. ૧૬/૦૮/૨૦૨૧.

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાહેબ,

ગુજરાત રાજ્ય ,

નવા સચિવાલય,

ગાંધીનગર .

 

વિષય :- મોરબી જીલ્લા માં સિંચાઈ સેવા સદન ની સાથે બાકી રહેલી કેનાલો તેમજ ધોરિયાઓ તાત્કાલિક પુરા કરવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી ,

 

જય ભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે હાલ માં મોરબી ના ન્યુઝ પેપર માં વાંચવામાં આવેલ કે મોરબી માં સિંચાઈ સદન બનાવવા માટે ૧૦ કરોડ રૂપિયા ફાળવવા માટે રજૂઆત કરવમાં આવેલ છે. ( જો કે આ રૂપિયા તો ફાળવવા ના જ છે. ) મોરબી માં સિંચાઈ સદન બનશે તેનો અમો ને આનદ જરૂર થશે .

 

પરંતુ અમોને સૌથી વધારે જરૂરિયાત મોરબી જીલ્લા ના મચ્છુ-૩ ડેમ તેમજ ડેમી-૩ ડેમ ની કેનાલો કે જે અધુરી છે. તે જલ્દી પૂરી થાય તેની લાગે છે. તેમજ મચ્છુ-૨ ની કેનાલ ના કામો પણ અધૂરા છે. તેમજ મોરબી જીલ્લા માં આવતી નર્મદા કેનાલ ની કેનાલો જેવી કે માળિયા, ધ્રાંગધ્રા , અને મોરબી બ્રાંચ કેનાલ ની ડિસટ્રીબ્યુટરી, માયનોર, સબમાયનોર, વોટરકોર્ષ ના કામો જે બાકી છે. તે જલ્દી પુરા થાય તે ખુબજ અગત્યનું છે. તેવું અમારું માનવું છે. તો આ બાબતે યોગ્ય આદેશો કરવા વિનંતી.

આ ઉપરાંત માળિયા અને મોરબી તાલુકા ના સિંચાઈ ની સુવિધા થી વંચિત ગામોની કેનાલ ની માંગણી બાબતે છેલ્લી પેટા ચુંટણી માં સતાધારી પક્ષ ના જવાબદાર નેતાઓ દ્વારા આપવામાં આવેલ વચન મુજબ જલ્દી આ કામ મંજુર કરીને આગામી ચુંટણી પહેલા કામ ચાલુ કરવામાં આવે તે માટે અમારી માંગણી છે.

સિંચાઈ વિહોણા ગામો માટે મચ્છુ-૨/૩ માંથી કેનાલ મોટી કરીને લંબાવવા ના કામને ખરેખર મંજુરી આપવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે તે બાબતે આપ સાહેબ ને યોગ્ય કરવા નમ્ર વિનંતી છે.

 

જો આવું કરવામાં નહિ આવે તો પેટા ચુંટણી માં આપેલ વચનો લોલીપોપ વચનો જ હતા તેવું માનીને આ વિસ્તાર ના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે.

તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા વિનંતી.

 

આભાર સહ.

આપનો સ્નેહાધીન

 

(કે.ડી.બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશન

 

નકલ સાદર રવાના:

૧) પ્રતિ શ્રી પરેશભાઈ ધાનાણી, નેતા શ્રી પ્રતિપક્ષ ગુજરાત વિધાનસભા, નવા સચિવાલય, ગાંધીનગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

૨) પ્રતિ શ્રી અમિતભાઈ ચાવડા, રાજીવ ગાંધી ભવન, એલીસબ્રીજ, અમદાવાદ તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

૩) પ્રતિ શ્રી કલેકટર શ્રી, મોરબી જીલ્લા, મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા અને યોગ્ય ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*કોડીનાર પોલીસ સ્ટેશન માં આજ રોજ એ.એસ.પી.જાટ ના અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક મળી*

Hello Morbi

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી*

editor

Leave a Comment