• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સબ જેલ મોરબી ખાતે ૨ ઓકટોબર ગાંધીજયંતી ની અનોખી ઉજવણી કરવામાં આવેલ* 

અત્રે ઉલ્લખનીય છે કે મોરબી જિલ્લામાં સબ જેલ ખાતે દરેક તહેવારની ઉજવણી વિશિષ્ઠ રીતે કરવામાં આવે છે. આ પરંપરા ને નિભાવવા આજે ૨ ઓકટોબર ગાંધીજયંતી નિમિતે સબજેલના તમામ બંદિવાનો ને માસ્ક, સેનીટાઈઝર તથા શરીર સ્વચ્છતા માટે નહાવાના સાબુનું વિતરણ કરવામાં આવ્યું. મોરબી સબજેલના જેલર એલ.વી.પરમાર સાહેબ ના વડપણ હેઠળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો – ઓ્ડીનેટર પિયુષભાઈ જોષી,ટીબીએચવી નિખિલ ભાઈ ગોસાઈ, લેપ્રસી પેરમેડિકલ વર્કર ધર્મેન્દ્રભાઈ વાઢેર, નવજીવન ટ્રસ્ટ માંથી મોહસીનભાઈ બોદર, અનમોલ ટ્રસ્ટ માંથી ભાવેશભાઈ ગોહિલ, તથા યશભાઈ જોષી, શ્વેતના પ્રોજેક્ટ ના રાજેશભાઈ લાલવાણી, દ્વારા કોરોના મહામારી સામે સુરક્ષા મળી રહે તેવા ઉમદા હેતુથી બંદિવાનો માં આરોગ્ય કાર્યક્ર્મ વિશે જાગૃત કરી વિશેષ રીતે સુરક્ષિત અને સલામત રહે તે માટે સમજણ આપી માસ્ક, સેનીટાઇઝર,તથા સાબુનું વિતરણ કરી ગાંધીજયંતી ની ઉજવણી કરી હતી.

Related posts

ગાંધીનગર ખાતે* *મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો*

Hello Morbi

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ૭૫માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સેવાભાવી અજય લોરીયા અને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક પક્ષી કુંડાનું વિતરણ કરાશે*

editor

Leave a Comment