• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી હડીયાણા કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ*

શરદ એમ.રાવલ.. હડિયાણા…

આજરોજ તારીખ 16 10 2021 ના રોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકા ની શ્રી હડીયાણા કન્યા શાળામાં હડીયાણા ગામના વતની અને પૂર્વ ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી બક્ષીપંચ તથા હડીયાણા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ શ્રી ભરતભાઈ ડી. પરમાર દ્વારા શ્રી હડિયાણા કન્યા શાળાની ધોરણ ૧ થી ૮ ની તમામ 243 વિદ્યાર્થીની બહેનોને શૈક્ષણિક કીટનું વિતરણ કરેલ છે. નવરાત્રી મહોત્સવના ભાગરૂપે આજે તેઓએ શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. બાળકો તેનો વાસ્તવિક ઉપયોગ કરી અને શિક્ષણમાં આગળ વધે તે હેતુથી તેઓએ આજે આ કીટનું વિતરણ કરેલ છે હડીયાણા કન્યા શાળાના આચાર્યશ્રી અરવિંદ એન. મકવાણા તથા શાળા પરિવાર દ્વારા શ્રી ભરતભાઈ ડી. પરમાર અને તેમના પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો……

 

Related posts

*મોરબી શહેર ની પ્રજા ને બાન માં લેતા ભાજપ તેમજ વહીવટીતંત્ર.મહેશ રાજ્યગુરુ નો આક્ષેપ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા:બેટી બચાવો બેટી પઢાઓ અંતગર્ત કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:રાજકોટમાં કુરેશી સાદીયા પ્રથમ નંબરે અને અરફા કુરેશી ત્રીજા નંબરે સ્થાને સમાજનું અને શાળાનું ગૌરવ બની*

editor

Leave a Comment