• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર વિસ્તારમાં ખાડાપ્રેમી પદાધિકારીઓ અને અધિકારીઓ…ખાડા પાછળ પાગલ…!!*

 

રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર

*કોડીનાર નેશનલ હાઇવેની પુલની અવદશાના દ્રશ્યો સંવેદનશીલ સરકારની વિકાસની ચાડી ખાય છે……!!*

 

*કોડીનારમાં ખાડારાજ અને બિસ્માર રસ્તાઓનો વિકાસ જોખમી પુલોનું નિર્માણ*

 

કોડીનારમાં પદાધિકારીઓ અને અધિકારીઓ *ખાડાપ્રેમી* છે અને *ખાડા* ખૂબ જ ગમતા હોય એવું સાંભળવા મળેલ છે. જ્યાં જુઓ ત્યાં ખાડાઓ….જ્યા જુઓ ત્યા ગાબડાઓ અને વધુમાં વધુ આ ખાડાઓ નું નિર્માણ કોણે કર્યુ અને કોણે આ ગાબડાઓ પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી તે બાબતે શહેરમાં ક્યા પદાધિકારીઓ અને ક્યા અધિકારીઓને એવોર્ડસ મળશે તેવી ચર્ચા ચગડોળે ચડી છે. કમરતોડ કેડાઓ એ ક્રાંતિ સર્જી હવે આ બાબતે પુલ પણ પાછીપાની ના કરી શકે પણ આ ગાબડાઓમાં સક્રિય ભૂમિકા કોની…….? પદાધિકારીઓ કે અધિકારીઓની એ એક રહસ્ય છે………. બીજી એક ધારણા છે કે આ ગાબડાઓમાં બંને ની સહિયારી પ્રવૃત્તિ તો નહિ હોય ને………!! ખાડાપ્રેમી હસ્તીઓ કોડીનારમાં કોણ આ ચર્ચા નગરમાં ચગડોળે ચડી છે. માનવતા મરી પરવારી કે સંવેદનશીલતા નો અંત આવ્યો કાઇ ખબર પડતી નથી પણ ઉધોગનગર કોડીનાર શહેરના આ પુલના દ્રશ્યો એ વિકાસની ચરમસીમા અને નીંભર તંત્રની માનવતાવિહીન કામગીરીની ચાડી ખાતી નજરે ચડે છે……!! અગાઉ પણ પત્રકારોએ ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી હતી પણ આમ છતાં સડેલા બે ચાર ટિપ્પણ અને કાંટાળા જાળામાં સરકારી કામગીરી પૂર્ણ થઈ ગઇ લાગે છે. આ એજ કોડીનાર ના ઝૂલતા પુલના દ્રશ્યો છે જેની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવે તો નવાઈ નહિ………!! લોકો મરણના શરણે થાય અનેક લોકોની જનહાનીની રાહ જોઈ બેઠા છે કોડીનારના પદાધિકારીઓ અને અધિકારીઓએ તેમજ આ બાબતે સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે પુલ જોખમી વાહનો ચાલે ત્યારે પુલ હીંચકા લે છે. તો પણ તંત્ર એકદમ નિષ્ક્રિય છે…… સરકાર ચૂપ છે. દુર્યોધન અને દુશાસન ચિર હરણ કરી રહ્યા છે અને આખી સભા ચૂપ કેમ……? આ પુલ એ સરકારની વિકાસની પોલ ખોલી નાખી છે. કોડીનારના પદાધિકારીઓ અને તંત્રના ગાલમાં તમાચો છે આ જર્જરીત પુલ……….આ પુલ નું રિપેરિંગ કરો અથવા તો આ પુલને બંધ કરો…, આ પુલની પોલની પીપોડી આમ ને આમ પ્રજાને વગાડવા આપી છે તે ક્યાં સુધી યોગ્ય છે, કેટલા અંશે યોગ્ય છે. ગુજરાતની રસ્તાઓની અવદશા બેઠી હોય તેવા રોડના દ્રશ્યો નાગરિકો ના આત્મઘાતક જેવું નથી શું…..? રોડ રસ્તાઓ અને આવા જર્જરીત પુલો ની દિશા અને દશા કયારે સુધરશે…..કયારે પરિવર્તન આવશે અને નવનિર્માણની દિશામાં કયારે કાર્ય કરવામાં આવશે. પુલની પોલની જેમ તંત્ર અને રાજકારણમાં જે માનવતાના અને લોકશાહીના ગાબડા પડ્યા છે તે ક્યારે પુરાશે…….!!!! પત્રકારોની કલમની શાહી પણ ખૂટી છે હવે તો લોક સમસ્યાઓ છાપરે ચઢી છે જનતાનો આક્રોશ ફાટી નીકળે અને કોઈ જાનહાનિ થાય એ પેલા આ પુલની પોલ ઢાકી દેવી જરૂરી છે જોઈએ………!! વેરાવળ અને ઉના દિવ જવા આવવા માંટે આ પુલ એક અગત્યની કડી છે. શિંગવડા નદી પરનો આ જોખમી પુલ જે ધીમે ધીમે તૂટી રહ્યો છે, ખભળી રહ્યો છે અને જુલી રહ્યો છે તે ગમે ત્યારે જાન હાનિ કરી શકે………..!!!! અમારે ઝૂલતા મિનારા જોવા હશે તો જોઈ આવીશું મહેરબાની કરી આ ઝૂલતા જોખમી પુલ નું કાઇ કરો…..આવી લોક ચર્ચા કોડીનારમાં જોવા મળી રહી છે.

 

Related posts

*ધ્રોલની જી એમ પટેલ કન્યા વિધાલય સમગ્ર ગુજરાત માં દિતિય નંબરે*

Hello Morbi

*HELLO MORBI NEWS:હળવદ તાલુકાના માથક ગામ પાસે બે કારમાંથી ચોરીના ડિઝલ સાથે પાંચ ઇસમોને મુદામાલ સાથે પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ કિ ૨,૪૯,૫૦૦ તથા કાર મળી કુલ રૂ.૧,૪૯૫૦૦/ ના જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment