• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં મો.સા.ચોર ને પોલીસે ઝડપી લીધો અનેક ચોરી ના ગુના ખુલ્યા!*

રિપોર્ટર: કે.જી.નવતાણી મોરબી

મોરબી અહી આવેલ લાતીપ્લોટ વિસ્તારમાંથી ચોરી થયેલ મો.સા. એકટીવા લઈને નીકળેલા ઈસમને મોરબી એ ડીવીઝન પોલીસે મકરાણીવાસ નજીક રામઘાટ પાસે થી ઝડપી લીધો છે અને ચોરીનું મો.સા.એકટીવા કબજે લેવામાં આવ્યું છે ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું પ્રકાશ માં આવ્યું છે જે અનેક ચોરીના ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે

 

મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગ માં હોય એ સમય દરમિયાન મકરાણી વાસ નજીક રામઘાટ પાસેથી મો.સા. એકટીવા લઈને જતા એક ઇસમ હાજી અકબર માણેક (ઉ.વ.૨૬)નામ ના શખ્સ રહે વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને વાહનના કાગળો માંગતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ના હોય જેથી પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા એકટીવા તા. ૦૧ ના રોજ લાતીપ્લોટમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપીએ એકટીવા લાતીપ્લોટમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી ૩૦ હજારનું એકટીવા કબજે લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

ઝડપાયેલ આરોપી અનેક વાર ચોરીના ગુન્હેગાર છે જેમાં અગાઉ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ૩ ચોરી, તાલુકા પોલીસ મથકમાં ૦૩ ચોરી, વાંકાનેર તાલુકા પોલીસમાં ૦૨ ચોરી, સુરેન્દ્રનગર સીટી પોલીસમાં ૦૧ ચોરી અને ગાંધીધામ અને રાજકોટ પોલીસ મથકમાં ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે

 

જે કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ જે એમ આલ, રામભાઈ મંઢ, કિશોરભાઈ મિયાત્રા, સંજયભાઈ બાલાસરા, ચકુભાઈ કલોતરા, આશીફ્ભાઈ રાઉમા, શક્તિસિંહ પરમાર, તેજાભાઈ ગરચર, હસમુખભાઈ પરમાર, અરજણભાઈ ગરી યા, કોમલબેન મિયાત્રા સહિતની ટીમ જોડાયેલ હતી

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા પાલિકાને નવરાત્રિ દરમિયાન શેરી ગરબા માટે ચાચરચોકનુ સમારકામ કરવા રજૂઆત*

editor

*જોડીયા પીએસઆઇ એમ આર વાળા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*ખેડા જિલ્લા ના માતર તાલુકા ના ચાનોર ગામે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર ના સહયોગ થી બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment