• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અનેક વિધાર્થીઓના ગુરૂજી ડીસાના મનહરભાઈ ઠક્કરનું થયેલ દુઃખદ અવસાન*

તારીખ 28-10-1937 ના રોજ હારિજ ખાતે જન્મેલા મનહરભાઈ ઠક્કરે બી.કોમ.,બી.એડ. નો અભ્યાસ કર્યા બાદ બાવળા ખાતેથી શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી હતી.1975 થી 1995 એમ વીસ વર્ષ સુધી તેમણે સરદાર પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી અનેક વિધાર્થીઓના જીવનમાં અજવાશ પાથર્યો હતો.

અંગ્રેજી અને એકાઉન્ટ એમના મુખ્ય વિષયો હતા.ડીસા નગરમાં એક આદર્શ શિક્ષક તરીકેની તેમની ઉજ્જવલ છાપ હતી.ડીસાને કર્મભૂમિ બનાવીને જ 1995 માં નિવૃત થયા પછી પણ તેઓ 2016 સુધી ડીસામાં જ રહ્યા હતા.તેમના દીકરા બીપીનભાઈને વ્યવસાય અર્થે અમદાવાદ જવાનું થતાં તેઓને પણ 2016 થી અમદાવાદ રહેવાનું થયું.ખૂબ જ સારી તંદુરસ્તી ધરાવતા સૌના પ્રિય શિક્ષક મનહરભાઈ ઠક્કરનું ખૂબ જ ટૂંકી બિમારી બાદ તારીખ 12-2-2022 શનિવારે દુઃખદ અવસાન થતાં તેમના પરિવાર, લોહાણા સમાજ અને ડીસા નગરમાં પણ ઉંડા આઘાતની લાગણી ફેલાઈ હતી.

ડીસાના રઘુવંશી લોહાણા સમાજ ઉપરાંત એમના હાથ નીચે ભણેલા ડીસાના અનેક વિધાર્થીઓ અને સરદાર પટેલ હાઈસ્કૂલના સ્ટાફ મિત્રોએ પણ મનહરભાઈ ઠક્કરના અવસાનથી આઘાત અનુભવેલ છે.પરમકૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને ચિરશાંતિ આપે તે માટે પણ સૌએ પ્રાર્થના કરેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના શિક્ષિકા સોલંકી હેતલબેન ને બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

editor

*યુવાપેઢીને તમાકુના વ્યસનથી બચાવવા, તમાકુ નિયંત્રણના નિયમોનો કડક પણે અમલીકરણ કરાવવા અને તમાકુ વિક્રેતાઓનું* *લાયસન્સીંગ ફરજીયાત કરવા “આંતરરાષ્ટ્રીય પિતા દિવસ” નિમીતે વાલીઓની સ૨કા૨શ્રીને વિનતી*

Hello Morbi

*HELLO MORBI:વિરમગામ મુસ્લિમ સમાજનુ ગૌરવ -પટેલ અબીરા ધો.૧૦ મા 98.96 P.R સાથે ઉતીર્ણ*

editor

Leave a Comment