• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*થરા જલારામ મંદિરે દાતાઓની વહેતી સરવાણી*

સમગ્ર ઉત્તર ગુજરાતમાં સેવાકીય પ્રવૃતિઓથી સતત ધમધમતું થરા જલારામ મંદિર જોવાલાયક તેમજ દર્શનલાયક છે.અન્નક્ષેત્ર, ટીફીન સેવા,પક્ષીઓને ચણ,ગાયો-કૂતરાંને રોટલા,જરૂરિયાતમંદને ભોજન,દર ગુરૂવારે ભજન એમ અનેકવિધ પ્રવૃતિઓથી થરા જલારામ મંદિરની સુવાસ સમગ્ર બનાસ પંથકમાં પ્રસરી રહી છે.

ખૂબ જ પૂન્યશાળી,ભાગ્યશાળી,નસીબદાર દાતાઓની અવિરત સરવાણી પણ વહી રહી છે.તાજેતરમાં કાંકરેજ તાલુકા ભાજપ તેમજ પંચાયતના પૂર્વ પ્રમુખ સદગત મફાજી હેંદુજી સોલંકીની (અરણીવાડા) વાર્ષિક પૂન્યતિથિ નિમિતે રૂપિયા 35000/- નો ચેક એમના પરિવાર તરફથી જલારામ મંદિરને અર્પણ કરાયો હતો.સ્વ.મહેશકુમાર લવજીભાઈ ઠકકર કામલપુરવાળાના દિવ્ય સ્મરણાર્થે એમના પરિવારજનોએ રૂપિયા 7100/- અર્પણ કર્યા હતા.

આ દિવ્ય અવસરે દાતા પરિવારના સર્વ કલ્પેશભાઈ ઠકકર, અમરસિંહ સોલંકી તેમજ અરણીવાડા ગામના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.થરા જલારામ મંદિરના સેવકો સર્વ અચરતલાલ ઠકકર, અરવિંદભાઈ લાટીવાળા, વિજયભાઈ ટેસ્ટીવાળા, પૃથ્વીરાજસિંહ વાઘેલા,કનુભાઈ આચાર્ય,દિનેશભાઈ સોની,નિરંજનભાઈ ઠકકર, રાજુભાઈ લાટીવાળા,જસુભાઈ સોની,શીરવાડા સરપંચ કરસનભાઈ, ૠત્વિક ઠકકર, વડાના ઝેણુભા વાઘેલા,સંજયસિંહ,પત્રકાર સજ્જનસિંહ સહિત અનેક જલારામ ભકતોએ ખાસ હાજર રહી દાતાઓને અભિનંદન આપી બિરદાવ્યા હતા.યોગ્ય જગ્યાએ દાન આપીને દાતાઓએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI:વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI NEWS:ખંભાળિયા એસટી ડેપો મેનેજરની બદલી થતાં સન્માન સંભારમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ ફેલાવતો સેમિનાર યોજાયો*

editor

Leave a Comment